જૂનાગઢમાં ૪ માર્ગો પર વાહનોની પ્રવેશબંધી

0
193

તહેવારોને પગલે જૂનાગઢ શહેરના ચાર માર્ગો પર વાહનોની પ્રવેશબંધી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું હતું. દિવાળીના તહેવારો નિમિત્તે જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે ને લઇ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે શહેરના ચાર માર્ગો પર વાહનોની પ્રવેશબંધી કરવામાં આવી છે જે પૈકી આઝાદ ચોક પોસ્ટ ઓફિસ થી પંચ હાટડી ચોક, દિવાન ચોક તરફ જતા માલીવાડા રોડ  નાકા સુધીનો રસ્તો, પંચ હાટડી ચોક થી માંગનાથ ની કમાન સુધી તેમજ પંચ હાટડી ચોકથી ગેબનશા પીરની દરગાહ, દાણાપીઠ સુધીનો રસ્તો તારીખ  તારીખ ૧૬ સુધી સવારે ૮થી રાત્રે ૧૨ સુધી મોટર કાર, ઓટો, છકડો રીક્ષા, સ્કૂટર, લારી સહિતના તમામ વાહનો માટે પ્રવેશબંધી રહેશે તો મોર્ડન ચોકથી ચિતાખાના ચોક સુધીના એમ.જી.રોડ પર સવારે ૮ થી રાત્રિના ૧૨ સુધી બસ, ટ્રેક્ટર, મેટાડોર સહિતના ભારે વાહનો માટે પ્રવેશબંધી રહેશે.

રાત્રે ૮થી ૧૦ દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે
દિવાળીના તહેવારોને લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ફટાકડા ફોડવા અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે જે મુજબ તારીખ ૮ નવેમ્બર થી ૧૬ નવેમ્બર દરમિયાન રાત્રે ૮થી ૧૦ દરમ્યાન જ ફટાકડા ફોડી શકાશે તો એ સમયગાળા બાદ ફટાકડા ફોડનાર સામે આઇપીસી કલમ ૧૮૮ મુજબ કાર્યવાહી કરાશે. તો આ ઉપરાંત જાહેર રસ્તાઓ, ગલીઓમાં મકાનોમાં તથા જાહેર માર્ગો તેમજ સબ સ્ટેશન પાસે અને મેન ચોકમાં ફટાકડા નહીં ફોડવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here