કોરોનાના કહેરને ધ્યાનમાં રાખીને મોરબીના ઘડીયાલ ઉધોગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને આગામી એક સપતઃ સુધી મોરબીનો ઘડીયાલ ઉધોગ બંધ રહેશે તેવુ મોરબી કલોક ઇન્ડ.ના પ્રમુખ શશાંકભાઇ દંગી માહિતી આપતા જણાવ્યુ છે
હાલના સમયમાં કોરોનાના કેસ વધી રહ્યા અને આજ સુધીમાં જીલ્લામાં ૯૩ કેસ નોંધાયા છે ત્યારે મોરબી કલોક એસો.દ્વારા એક સપ્તાહ સુધી કારખાના બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે આ ઉદ્યોગમાં ૧૫ હજારથી વધુ મહિલાઓ અને કુલ ૨૦ હજારથી વધુ લોકોને રોજગારી મળી રહી છે જો કે કોરોનાને ધ્યાનમાં રાખીને આ ઉદ્યોગને હાલમાં બંધ કરવામાં આવ્યો છે અને એક સપ્તાહ કરતા વધુ સમય માટે કોઈને પોતાનાના યુનિટ બંધ રાખવા હોય તો તે કારખાનેદાર રાખી શકે છે