ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે ITRAના ઈ- વિમોચનનો કાર્યક્રમ યોજાશે

0
116

રાજયપાલ  દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

કાર્યક્રમના સુચારુ આયોજન માટે કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

જામનગર ખાતે ૧૩ નવેમ્બર શુક્રવારના રોજ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે  ITRAના ઈ- વિમોચન  પ્રસંગે  કાર્યક્રમ યોજાશે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમ થકી લાઈવ જોડાશે. જ્યારે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ જામનગરના ધનવંતરી હોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમના સુચારૂ આયોજન માટે આજરોજ કલેકટર કચેરી ખાતે કલેકટર રવિશંકરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં મહાનુભાવોની સુરક્ષા, સ્વાસ્થ્યલક્ષી તકેદારીઓ અને સંપૂર્ણ કાર્યક્રમ સ્થળ પર વીજળી, પાણી વગેરેની વ્યવસ્થાઓ અંગે કલેક્ટર દ્વારા અધિકારીઓ સાથે ચર્ચા કરાઇ હતી તેમજ આવશ્યક વ્યવસ્થાઓનું આયોજન કરાયું હતું.

અહેવાલ- સાગર સંઘાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here