ભાજપને લીડ મળતા જ ગઢડા મત ગણતરી કેન્દ્ર પર કાર્યકરો ઉત્સાહમાં આવી સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા, ભારત માતા કી જય અને જયશ્રી રામના નારા લગાવ્યા

0
106
  • લીડ મળવાની ખુશીમાં કાર્યકરોએ માસ્ક ઉતારી જય જયકારના નારા લગાવ્યા

ગઢડા વિધાનસભા બેઠક પર વહેલી સવારે 8 વાગ્યાથી જ મતગણતરી શરૂ થઈ ગઈ છે. ત્યારે પ્રથમ રાઉન્ડ શરૂ થતાની સાથે જ ભાજપ લીડ કરી રહ્યું છે. જેને લઈને ભાજપના કાર્યકરો ગેલમાં આવી ગયા છે. દો ગજ કી દૂરી ભૂલીને કોવિડ-19ના તમામ નિયમોનો ભંગ કરતા નજરે પડ્યા હતા. ગેલમાં આવી ગયેલા કાર્યકરોએ ભારત માતા કી જય અને જયશ્રી રામના નારા લગાવ્યા હતાં.

ભાજપના કાર્યકરોએ જ નિયમોનો ઉલાળિયો કર્યો
લીડ મળવાની ખુશીમાં ભાજપના કાર્યકરો માસ્ક વગર જોવા મળ્યાં હતા. કેટલાક કાર્યકરોએ માસ્ક તો પહેર્યા હતા. પરંતુ તેઓના માસ્ક ગળા પર લટકતા જોવા મળ્યાં હતા. ગઢડા મતદાન કેન્દ્ર બહાર ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ઉત્સાહનો માહોલ ઉભો કરી દીધો હતો. કાર્યકરો જોરશોરથી જયશ્રી રામ અને ભારત માતા કી જયના નારા લગાવતા જોવા મળ્યાં હતાં. આમ ભાજપના કાર્યકરોએ જ નિયમોનો ઉલાળિયો કર્યો હતો.

ભાજપના કાર્યકરો ટોળે વળ્યાં

ભાજપના કાર્યકરો ટોળે વળ્યાં

ગઢડા બેઠક પર આત્મારામ પરમાર V/S મોહનભાઈ સોલંકી
ગઢડા બેઠક પર ભાજપમાંથી આત્મારામ પરમાર અને કોંગ્રેસમાંથી મોહનભાઈ સોલંકી એકબીજાને ટક્કર આપી રહ્યાં છે. ત્યારે આ બેઠક પર કોણ બાજી મારશે તે થોડીવારમાં નક્કી થઈ જશે. મહત્વનું છે કે મતગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં માહોલમાં પૂર્ણ થાય તે માટે તમામ મત ગણતરી સેન્ટર પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવી છે અને શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here