દિલ્હીના બે વકીલે અંડરવર્લ્ડ ડોનની 6 સંપત્તિ ખરીદી, 11 લાખમાં હરાજી થઈ પૂર્વજોની હવેલી

0
138
  • મંગળવારે 7માંથી 6 સંપત્તિ હરાજી થઈ
  • વિડિયો-કોન્ફરન્સિંગ દ્વારા પ્રક્રિયા થઈ

સ્કાલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ (SAFEMA) અંતર્ગત અંડરવર્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની 7માંથી 6 સંપત્તિની મંગળવારે બપોરે હરાજી કરાઈ હતી. ડોનની 6 સંપત્તિની હરાજી બાદ 22 લાખ 79 હજાર 600 રૂપિયા જમા થયા છે. સાફેમાની કલમ 68F, વોન્ટેડ અપરાધીઓ અને તેના પરિવારના સભ્યો તેમજ સંબંધીઓની સંપત્તિઓને ટાંચમાં લેવાનો અધિકારી આપે છે. કોવિડને જોતાં ‘સફેમા’એ વિડિયો-કોન્ફરન્સિંગ દ્વારા હરાજી પ્રક્રિયાને પૂરી કરી હતી. આજે કુલ 17 સંપત્તિની હરાજી થઈ હતી, જેમાં 7 સંપત્તિ દાઉદની અને એક ફ્લેટ ઈકબાલ મિર્ચીનો હતો.

દિલ્હીના બે વકીલે ખરીદી 6 પ્રોપર્ટી
જાણકારી મુજબ, દિલ્હીમાં રહેતા વકીલ અજય શ્રીવાસ્તવે દાઉદ ઈબ્રાહિમની બે સંપત્તિ અને વકીલ ભૂપેન્દ્ર ભારદ્વાજે દાઉદની ચાર સંપત્તિ ખરીદી છે.

દાઉદની 4,5,7 અને 8 નંબરની સંપત્તિ ભૂપેન્દ્ર કુમાર ભારદ્વાજે ખરીદી છે, જ્યારે 6 અને 9 નંબરની સંપત્તિ વકીલ અજય શ્રીવાસ્તવે ખરીદી છે. દાઉદની 10 નંબરની સંપત્તિને ટેક્નિકલ કારણોસર હરાજીમાં રખાઈ ન હતી. આ સંપત્તિની માર્કિંગ (સરહદ) પર અમુક વિવાદ હતો.

આજે કુલ 17 સંપત્તિની હરાજી થઈ
સાફેમા હેઠળ કુલ 17 સંપત્તિની હરાજી થઈ, જેમાં 7 સંપત્તિ એકલા દાઉદની હતી. સાફેમાના તપાસ અધિકારી મુનાફ સૈયદ મુજબ, રત્નાગિરીના ખેડમાં દાઉદની કુલ 13 સંપત્તિ હતી, એમાંથી 6 સંપત્તિની હરાજી થઈ છે. આ સંપત્તિની કિંમત લગભગ 80 લાખ હોવાનું અનુમાન લગાવાયું હતું. રત્નાગિરીમાં આવેલી દાઉદના પૂર્વજોની હવેલી માત્ર 11 લાખ 2 હજારમાં વેચાઈ.

આજે હરાજી થયેલી સંપત્તિમાં ખેડ તાલુકાના મુમ્બાકે ગામની જમીનનો એક ટુકડો પણ સામેલ હતો. એ માટે 1.38 લાખ કિંમત બેજ પ્રાઈઝ નક્કી કરાઈ હતી. આ ઉપરાંત એક જમીન અને તેના ઉપર બનેલા બે માળના બંગલાની પણ હરાજી થઈ હતી.

ઈકબાલ મિર્ચીની એકપણ સંપત્તિ ન વેચાઈ
ઈકબાલ મિર્ચીનો જુહુવાળો બંગલો આ વખતે પણ ન વેચાયો. વધારે કિંમતનું કારણ આગળ ધરીને બોલી લગાવનારાઓએ હાથ અધ્ધર કરી દીધા. EDએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના સહયોગી ઈકબાલ મિર્ચીના પરિવારના સભ્યો સાથે જોડાયેલી 7 સંપત્તિને ગત મહિને ટાંચમાં લીધી હતી. એમાં એક સિનેમા હોલ, એક હોટલ, એક નિર્માણાધીન હોટલ, બે બંગલા અને પંચગનીમાં 3.5 એકર જમીનનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલી સંપત્તિની કિંમત રૂ. 22 કરોડ આંકવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here