ગીર સોમનાથમાં CMના હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા રૂપાણી બાય રોડ પોરબંદર જવા રવાના થયા

  0
  427
  • સોમનાથ મંદિરમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત
  • CM વિજય રૂપાણીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવ સામે શિશ ઝુકાવી પૂજા-અર્ચના કરી

  વેરાવળ. CM વિજય રૂપાણીએ આજે વહેલી સવારે તેમના પત્ની અંજલીબેન સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યાં હતા અને પૂજા-અર્ચના કરી હતી. મહાદેવના જળાભિષેક સાથે રૂપાણીએ મહાપૂજા કરી હતી. મુખ્યમંત્રીના આગમનને લઈને સોમનાથ મંદિરમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારે ગીર સોમનાથમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી. CM રૂપાણીનું હેલિકોપ્ટર ટેકનિકલ ખામીના કારણે બંધ થતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી બાય રોડ પોરબંદર જવા રવાના થયાં હતાં.

  કાલે સોમનાથ મંદિરના સુરક્ષાકર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
  મહત્વનું છે કે ગઈકાલે સોમનાથ મંદિરની સુરક્ષામાં રહેતા લાઈઝનિંગ પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીની મુલાકાત પહેલા જ પોલીસકર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવતા દોડધામ મચી ગઈ હતી. જો કે બાદમાં સોમનાથ મંદિરના સુરક્ષાકર્મીઓ તેમજ સોમનાથ ટ્રસ્ટના કર્મીઓની તબીબી ચકાસણી હાથ ધરાઈ હતી.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here