ગોંડલ ના સંત પૂજ્ય હરિચરણ દાસ મહારાજ ને કોરોના ની માઇનોર અસર સાથે ડેન્ગ્યુ પણ હોય તબીબી સારવાર શરૂ

0
175

ગોંડલ સદગુરુ રણછોડદાસજી આશ્રમ  રામજી મંદિર ગોંડલ ખાતે બિરાજમાન પૂજ્ય હરિચરણદાસજી મહારાજ ની તબીયત  નાંદુરસ્ત બનતા હોસ્પિટલના તબીબ ડોકટર વિદ્યુત ભટ્ટ દ્વારા સારવાર શરૂ કરાઇ હતી. પૂજ્ય બાપુના સીટી સ્કેન રિપોટઁ માં કોરોના ની માઇનોર અસર જણાતાં  અમદાવાદ ખાતે કોરોના નો RTPCR લેબોરેટરી ટેસ્ટ કરાતાં  રિપોર્ટ નેગેટિવ આવ્યો  છે. સાથોસાથ ડેન્ગ્યુ ની થોડી અસર પણ જણાઈ હોય તબીબો દ્વારા કોરોના તથાં ડેન્ગ્યુની સારવાર શરું કરાઇ છે. વધુમાં પુ.બાપુ ને ઓકસીજન લેવલ ઓછું જણાતાં હાલ  ઓક્સિજન અપાઇ રહયું છે.  પૂજ્ય હરીચરણદાસજી બાપુની તબિયત નાદુરસ્ત હોવાં ની  જાણ વાયુવેગે ભક્ત સમુદાય માં પ્રસરી જતા ચિંતા નું મોજું ફરી વળ્યું છે.પુ.બાપુ નાં સ્વાસ્થ્ય માટે ઠેરઠેર પ્રાર્થના થઇ રહીછે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here