રાજકોટમાં 24 કલાકમાં 5ના મોત, પોઝિટિવ કેસની સંખ્યા 9171 પર પહોંચી, 462 દર્દી સારવાર હેઠળ, તહેવાર નજીક આવતા જ પોઝિટિવ કેસની સંખ્યા વધી

0
80
  • રાજકોટમાં મંગળવારે 60 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો

રાજકોટમાં 24 કલાકમાં 5ના મોત થયા છે. શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 9171 પર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 462 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં મંગળવારે 60 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે રાજકોટમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યાં હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.

તહેવાર નજીક આવતા કોરોનાના કેસમાં ઉછાળો
રાજકોટમાં દિવાળીના સમયે જ કોરોનાના કેસ ફરી વધવા લાગ્યા છે. મંગળવારે રાજકોટ શહેરમાં 79, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 49 સહિત આ સપ્તાહના સૌથી વધુ 128 કેસ નોંધાયા છે. આ સાથે રાજકોટ શહેરમાં 9171 અને ગ્રામ્યમાં 4267 સહિત કુલ 13438 પોઝિટિવ કેસ થયા છે. છેલ્લા 3 દિવસમાં કેસની સંખ્યા વધતા હોસ્પિટલાઈઝેશન તેમજ એક્ટિવ કેસ વધ્યા છે. હજુ દિવાળીના તહેવારોની શરૂઆત થઈ છે અને દિવાળી બાદ ફરી કોરોના કેસમાં વધુ ઉછાળો આવશે તેવી તંત્રને વકી છે.

છેલ્લા 4 દિવસથી પોઝિટિવ કેસની સંખ્યામાં ઉછાળો
છેલ્લા 4 દિવસથી તેમાં અચાનક જ ઉછાળો આવ્યો છે ત્યારે તહેવારો દરમિયાન લોકો વધુ સતર્ક નહીં રહે તો નવા ગુજરાતી વર્ષમાં કેસની સંખ્યા વધશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here