રાજ્યના 5 જિલ્લના 8 સ્ટેટ હાઈવે અને 19 પંચાયત માર્ગો બંધ
અમદાવાદ. રાજ્યના અનેક વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગયા છેલ્લા એકાદ અઠવાડિયાથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અતિભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં નદીઓ ગાંડીતૂર બની હતી અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જેના પગલે આ જિલ્લાઓમાં વાહન વ્યવહાર ખોરવાયો છે તો કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. રાજ્યના તેમા પણ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના 27 રસ્તાઓ હજી પણ પાણીના કારણે અથવા તો નુકસાનના કારણે બંધ છે. જેમાં 8 સ્ટેટ હાઈવે અને 19 પચાંયતના માર્ગો છે.
રાજ્યના આ જિલ્લાઓમાં આટલા રસ્તા બંધ
ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ એમ 5 જિલ્લાના કુલ 27 રસ્તાઓ બંધ છે. જેમાં રાજકોટમાં 1, દેવભૂમિ દ્વારકામાં 4, જામનગરમાં 9, જૂનાગઢમાં 5 અને પોરબંદરમાં 8 રસ્તાઓ હજી પણ બંધ છે.
જિલ્લો | સ્ટેટ હાઈવે | પંચાયત | કુલ |
રાજકોટ | 0 | 1 | 1 |
દેવભૂમિ દ્વારકા | 3 | 1 | 4 |
જામનગર | 2 | 7 | 9 |
જૂનાગઢ | 1 | 4 | 5 |
પોરબંદર | 2 | 6 | 8 |
કુલ | 8 | 19 | 27 |