ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો ખુલશે, ધોરણ 9થી 12ના વર્ગો કેન્દ્રની SOP પ્રમાણે શરૂ થશે, વાલીઓએ પોતાની જવાબદારીએ બાળકોને સ્કૂલો મોકલવા પડશે

0
112

ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો ખુલશે. ધોરણ 9થી 12 SOP પ્રમાણે શરૂ થશે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે 23મી નવેમ્બરથી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણકાર્ય શરૂ કરાશે. ધો.9થી 12નાં વર્ગો SOP પ્રમાણે શરૂ કરાશે. ભારત સરકારની SOPનું પાલન કરવામાં આવશે. જ્યારે ફાઇનલ યરની કોલેજો પણ 23મી નવેમ્બરથી શરૂ કરાશે.

વાલીઓએ મારી જવાબદારીએ મારા બાળકને સ્કૂલે મોકલું છુંનું સંમતિ પત્રક આપવું પડશે
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહે ચુડાસમાએ જણાવ્યું કે, સ્કૂલ-કોલેજો શરૂ કરવા અંગે કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, દરેક વાલીઓએ સ્કૂલોને સંમતિ પત્ર આપવું પડશે કે, મારી જવાબદારીએ મારા બાળકને સ્કૂલે મોકલું છું.

સરકારે હાથ ખંખેર્યાં, વાલીઓ માથે જવાબદારી નાંખી
રાજ્ય સરકારની આ નીતિ જોતા કોરોના કાળમાં સરકાર કે સ્કૂલ સંચાલકોએ જવાબદારી માંથી હાથ ખંખેરી વાલીઓના માથે જવાબદારી નાખી હોવાનું સ્પષ્ટ થાય છે.

આ વખતે કોરોનાને કારણે કાર્યક્રમ બદલાયો
ગુજરાત સરકાર દિવાળી પછી શૈક્ષણિક સત્ર લાંબું રાખવા માગે છે. સામાન્ય સંજોગોમાં પહેલું સત્ર જૂન મહિનામા શરૂ થાય છે અને 105 દિવસનું હોય છે. આ સત્ર 21 દિવસના દિવાળી વેકેશન સાથે પૂર્ણ થાય છે. સામાન્ય રીતે 21 દિવસનું વેકેશન દિવાળીના બે-ત્રણ દિવસ પહેલાં શરુ થાય છે અને દેવદિવાળીની આસપાસ સમાપ્ત થાય છે, પણ આ વખતે કોરોનાને કારણે કાર્યક્રમ બદલાયો છે.

આગળના સત્રની ભરપાઈ બીજા સત્રમાં કરાશે
બીજું સત્ર 150થી 155 દિવસનું હશે, કારણ કે આગળના સત્રમાં જે સમય બગડ્યો છે એની ભરપાઈ કરી શકાય. નવેમ્બરના અંતમાં સ્કૂલો ખૂલશે, એ જોતાં એ પછીના પાંચ મહિના મતલબ કે મેના અંત સુધી સ્કૂલોમાં જવું પડશે. સરકાર દિવાળી વેકેશન પછી ધોરણ 9થી ધોરણ 12ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવવાની તૈયારી કરી રહી છે. આ વર્ષે ગુજરાતની સ્કૂલોમાં દિવાળી વેકેશન બે અઠવાડિયાં વહેલું 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી રાખવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here