- ઇન્દિરા ગાંધીના વખતમાં કોંગ્રેસ 88 ટકા વસતી પર રાજ કરતી હતી
2014માં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ એક પછી એક રાજ્યોમાં ભાજપ અથવા તેના સહયોગીઓની સરકારો બનતી ગઇ હતી અને ત્યારે નરેન્દ્ર મોદીની તુલના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે કરવામાં આવી હતી.
2017ના ડિસેમ્બરમાં જ્યારે ભાજપ્ની જીત ગુજરાતને હિમાચલમાં થઈ ત્યારે વડાપ્રધાને કહ્યું હતું કે ઇન્દિરા ગાંધી જ્યારે સત્તામાં હતા ત્યારે કોંગ્રેસની સરકાર 18 રાજ્યોમાં હતી પરંતુ જ્યારે આપણે સત્તામાં છીએ ત્યારે આપણી 19 રાજ્યોમાં સરકારો છે.
નરેન્દ્ર મોદીએ જ્યારે આ વાત કરી હતી તેના આગલા ત્રણ માસ મા એટલે કે 2018 માર્ચ સુધીમાં ભાજપ 21 રાજ્યોમાં પહોંચી ગયો હતો. એ સમયે ભાજપ અને તેના સહયોગીઓ ની સરકાર દેશની 70 ટકા ધરતી પર રાજ કરી રહી હતી. આજે સ્થિતિ એવી છે કે 49 ટકા જેટલી વસ્તી વાળા 17 રાજ્યોમાં ભાજપ્ની સરકાર છે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના પ્રથમ પાંચ વર્ષમાં દેશમાં કુલ 30 જેટલી ચૂંટણીઓ યોજાઈ હતી અને એનડીએ દ્વારા 17 મા સરકારો બનાવવામાં આવી હતી. 2019 ની સામાન્ય ચૂંટણી યોજાઈ ગયા બાદ પાંચ રાજ્યોમાં ચૂંટણી થઈ હતી અને ત્યારે એનડીએ ને બે રાજ્યોમાં જ વિજય મળ્યો હતો. માર્ચ 2018 બાદથી ભાજપ્નો વિજયરથ કણર્ટિકથી અટકવાનો શરૂ થયો હતો. બહુમતી નહીં મળવાથી યેદિયુરપ્પાએ રાજીનામું આપવું પડયું હતું પરંતુ એક જ વર્ષમાં કોંગ્રેસ અને જનતા દળના કેટલાક ધારાસભ્યો ભાજપમાં આવી ગયા બાદ તે ફરીવાર કણર્ટિકમાં ભાજપ્ની સરકાર બની હતી. એ જ રીતે 2018ના ડિસેમ્બર માસમાં જ્યારે મધ્ય પ્રદેશ છત્તીસગઢ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીઓ થઈ હતી ત્યારે ભાજપ્ના હાથમાંથી આ ત્રણેય રાજ્યો નીકળી ગયા હતા. જોકે 2020 માર્ચ માસમાં મધ્યપ્રદેશમાં પણ કણર્ટિક ની જેમ કોંગ્રેસના 22 ધારાસભ્યો-ભાજપ્ના આવી ગયા હતા અને 15 મહિના બાદ ભાજપ્ની સત્તા માં વાપસી થઈ હતી. અત્યારે ભાજપ અને તેમના સહયોગીઓની સરકારો 17 જેટલા રાજ્યોમાં છે અને તેમાંથી 13 રાજ્યોમાં ભાજપ્ના મુખ્યમંત્રી કામ કરી રહ્યા છે. જ્યારે એક રાજ્યમાં ભાજપ ના નાયબ મુખ્યમંત્રી છે.