ભાવનગર જિલ્લાના સરકારી દવાખાનાઓમાં 11,975 સગર્ભાઓની સફળ પ્રસુતિ કરાવાઈ જેમાં 54 કોરોના પોઝિટિવ મહિલાઓનો પણ સમાવેશ

0
110

કોરોના સામે લડતા આરોગ્ય તંત્રએ સુરક્ષિત માતૃત્વ અંગેની પણ એટલી જ દરકાર લીધી

ગુણવતા યુક્ત સુવિધાઓના કારણે માતા મરણમાં થયેલો નોંધપાત્ર ઘટાડો.

ભાવનગર જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ અને સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પીટલોમા આ વર્ષે માહે જાન્યુઆરી થી ઓક્ટોબર દરમિયાન જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 11,975 જેટલી સફળ પ્રસુતી કરાવાઈ હતી જેમાથી 54 મહિલાઓ કોરોના પોઝિટિવ હતી જેમની પણ સફળ પ્રસુતિ કરાવી કોરોના સામે બાથ ભીડતાં આરોગ્ય તંત્રે સગર્ભાઓને સુરક્ષિત માતૃત્વ મળે તેની પણ યોગ્ય દરકાર લીધી હતી.આ તમામ પ્રસુતિઓમાં 176 જેટલી સીઝેરીયન સેક્શન ડીલેવરી પણ કરવામા આવી હતી.

આરોગ્ય વિભાગ દ્વારા ભાવનગર જિલ્લાના ઘણા આરોગ્ય કેંન્દ્રમા LaQshya સ્ટાન્ડર્ડ મુજબના નવા પ્રસુતિ કક્ષ બનાવવામા આવ્યા છે અને વધુ સારી ગુણવત્તા યુક્ત સેવાઓ આપવા માટે ડોક્ટરની સાથે સ્ટાફ નર્સની પણ નિમણુક કરવામા આવી છે.સાથે સાથે સગર્ભા મહિલાને પ્રસુતી માટે હોસ્પિટલ – આરોગ્ય કેંદ્ર સુધી લાવવા અને પ્રસુતી બાદ ઘરે પરત મુકવાની પણ આરોગ્ય તંત્ર દ્વારા વિનામૂલ્યે સુવિધા ઉપલબ્ધ કરવામા આવી છે.સરકારી સંસ્થાઓમા પ્રસુતી માટે આવનાર મહિલાને પ્રસુતી, દવાઓ, પોષક ભોજન , લેબોરેટરી ટેસ્ટ , જરૂર પડે તો લોહી ચડાવવાની સુવિધા પણ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આમ ગુણવત્તા યુક્ત સેવાઓ, સારુ ઈંફ્રાસ્ટ્રક્ચર મળતા જિલ્લામાં માતા મરણમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે અને લોકોનો વિશ્વાસ જીતવામા પણ આરોગ્ય તંત્રને સફળતા મળી છે.

જિલ્લા આર.સી.એચ. અધીકારી – ડો. પી. વી. રેવરના જણાવ્યા મુજબ દર માસની ૯ મી તારીખે પ્રધાનમંત્રી સુરક્ષીત માતૃત્વ અભીયાન અંતર્ગત સરકારી તબીબો અને સાથે સાથે ખાનગી હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાત તબીબો દ્વારા પણ સગર્ભા બહેનોનુ વિનામુલ્યે હેલ્થ ચેકઅપ કરવામા આવે છે, તેમજ આરોગ્ય કેન્દ્રમા હાલ તાલીમબદ્ધ સ્ટાફ હોઈ તથા લેબરરૂમમા પૂરતી સગવડો હોય રીસ્પેક્ટફુલ મેટરનીટી કેર થઈ શકે તે માટે ખાસ કરીને નોર્મલ સુવાવડ થઈ શકે તેવા લાભાર્થીઓને ઓળખી અને તેમનુ નિયમિત ચેકઅપ કરાવીને PHC ખાતે પ્રસુતી માટે જણાવવામા આવે છે. જેમા જોખમી સગર્ભાઓને અલગ તારવી સતત ફોલોઅપ લઈ વધુ સારી સગવડ જેવી કે બ્લડ ચડાવવાની , સીઝેરીયન કરવાની વ્યવ્સ્થા હોય ત્યા મોક્લવામા આવે છે.આ સુચારૂ વ્યવસ્થાના કારણે માતા મૃત્યુ દરમાં પણ જિલ્લામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.


સામુહીક આરોગ્ય કેન્દ્ર શિહોર ખાતે સ્ત્રી રોગ નિષ્ણાત ડોકટર દ્વારા ૧૧૯ જેટલી સીઝેરીયન ડીલેવરી કરી સાગર્ભઓને સુરક્ષિત માતૃત્વ પુરૂ પાડવામાં આવ્યું છે.

હાલ, જિલ્લા વિકાસ અધીકારી વરુણકુમાર બરનવાલના માર્ગદર્શન થી લોહીના ટકા ચેક કરવા માટે ડીજીટલ મશીન આરોગ્ય કેન્દ્રો ખાતે ઉપલબ્ધ કરાયા છે જેના દ્વારા ૪ વખત સગર્ભા માતાના લોહીના ટકાની તપાસ થાય છે. આમ માતા મરણ અટકાવવા માટે પણ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પુરતા પ્રયત્નો કરવામા આવી રહયા છે.આ ઉપરાંત સગર્ભા માતા , ધાત્રી માતા , અને બાળકોના રસીકરણ માટે ખીલખીલાટ વાનનો પણ જનહિતાર્થે વિના મુલ્યે ઉપયોગ કરી લોકો ને વધુ સારી આરોગ્ય સુવિધા મળી રહે એ માટે સતત મોનિટરીંગ કરવામા આવી રહ્યુ છે. સરકારી સંસ્થામા પ્રસુતિ કરાવવા માટે અને આરોગ્ય વિષયક વિવિધ સેવાઓ લેવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો. એ.કે. તાવીયાડ તથા ભાવનગર મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ડો.સિન્હા દ્વારા પણ જાહેર જનતાને અનુરોધ કરવામા આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here