રાજકોટ ટ્રાફિક પોલીસે વધુ એક ભગો કર્યો સ્વીફ્ટ કારનો મેમો ગોંડલના એક્ટિવા ચાલકને પકડાવ્યો

0
759

ગોંડલ

રાજકોટ ટ્રાફિક પોલીસ છાશવારે પગાર કરવા માટે અખબારોમાં ચમકતી હોય છે ત્યારે વધુ એક કિસ્સો બહાર આવ્યો છે ગોંડલના એક્ટિવા ચાલકને રાજકોટ સ્વીફ્ટ કારના માલિક દર્શાવી રૂપિયા ૫૦૦નો મેમો પકડાવતા ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં રહેતા અને GJ03 KG 0395 નંબરોનું એક્ટીવા ધરાવતા સંજયભાઈ રામજીભાઈ કલોલા પાસે સ્વીફ્ટ કાર નથી તેમ છતાં પણ રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા તેઓને કારમાલિક દર્શાવી રૂપિયા 500 નો મેમો ફટકારવામાં આવ્યો છે અને મેમો ની ડિટેલમાં એકટીવા મોટરસાયકલ લખ્યું છે અને ફોટોગ્રાફ્સ સ્વીફ્ટ કારનો મૂક્યો છે વાસ્તવમાં
GJ03 KC 0395 સ્વીફ્ટ કાર ચાલકે ટ્રાફિક નિયમ તોડ્યા છે તો તેને મેમો મળવા જોઈએ જેના બદલે ગોંડલના યુવાનને મેમો મળતા પાડાના વાંકે પખાલીને ડામ જેવી ટ્રાફિક પોલીસની વર્તણુક બહાર આવવા પામી છે.