AMCએ નઝીર વોરાનું વેજલપુરનું 4 માળનું ગેરકાયદેસર કોમર્શિયલ કમ રેસિડેન્ટ બિલ્ડિંગ તોડી પડાયું

0
86

ઝોયા રેસિડેન્સી કમ કોમર્શિયલ બિલ્ડિંગને જેસીબીથી તોડી પડાયું

  • પોલીસના બંદોબસ્ત સાથે નઝીર વોરાના આ ગેરકાયદેસર બાંધકામને તોડવાની કામગીરી કરાઈ
  • ઝોયા રેસિડેન્સીના નામે કોમર્શિયલ બાંધકામમાં ચાર માળનું રેસિડેન્ટ બાંધકામ ઉભું કર્યુ હતું

જુહાપુરા- સરખેજ વિસ્તારમાં પોતાની ધાક જમાવીને લોકોની જમીન પડાવી અનેક ગુના આચરનાર નઝીર વોરાનું વેજલપુરમાં ટીચર્સ કોલોની પાસે આવેલું ચાર માળનું ગેરકાયદેસર કોમર્શિયલ કમ રેસિડેન્ટ બાંધકામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડવામાં આવી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉત્તર પશ્ચિમ ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ આજે સવારથી જ ટીચર્સ કોલોનીમાં આવેલા ઝોયા રેસિડેન્સી ખાતે જેસીબી મશીન અને અલગ અલગ સાધનો સાથે પહોંચી અને બાંધકામ તોડવાની પ્રક્રિયા શરૂ કરી છે. વેજલપુર અને સરખેજ પોલીસના બંદોબસ્ત સાથે નઝીર વોરાના આ ગેરકાયદેસર બાંધકામને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે.

ઝોયા રેસિડેન્સી કમ કોમર્શિયલ બિલ્ડિંગમાં હથોડાથી તોડફોડ કરાઈ

ઝોયા રેસિડેન્સી કમ કોમર્શિયલ બિલ્ડિંગમાં હથોડાથી તોડફોડ કરાઈ

પોલીસ કાર્યવાહી થતાં AMCએ પણ બાંધકામ તોડ્યું
નઝીર વોરાએ મકતમપુરા વોર્ડમાં ઝોયા રેસિડેન્સીના નામે કોમર્શિયલ બાંધકામમાં ચાર માળનું રેસિડેન્ટ બાંધકામ ઉભું કરી દીધું હતું. કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી આ બાંધકામને નજર અંદાજ કરી દેવાયું હતું. પરંતુ પોલીસ દ્વારા નઝીર વોરા સામે કડક કાર્યવાહી કરવામાં આવતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેનું ગેરકાયદે બાંધકામ તોડવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે.

પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે ચાર માળના બિલ્ડિંગના ડિમોલિશનની કામગીરી થઈ

પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે ચાર માળના બિલ્ડિંગના ડિમોલિશનની કામગીરી થઈ

અગાઉ ફાર્મહાઉસ અને બંગલામાં વીજચોરીની ફરિયાદ થઈ હતી
3 મહિના અગાઉ નઝીર વોરાના બંગલા – ફાર્મ હાઉસમાંથી પકડાયેલી વીજ ચોરી બાબતે ટોરેન્ટ પાવરના અધિકારીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નઝીર વોરાના ઝુબેદા ફાર્મમાંથી ટોરેન્ટ પાવર વીજ જોડાણ માટે જે વાયર ઉપયોગમાં લે છે તે 20 મીટર વાયર મળી આવ્યો હતો. જેના આધારે તેની સામે ગુનો નોંધાયો છે. લોકોએ તેમના બંગલા-ફાર્મ હાઉસો તેમજ દુકાનોમાં ગેરકાયદે વીજજોડાણ લીધાની ફરિયાદો મળી હતી. ટોરન્ટ પાવરના 50 માણસો, ડીસીપી પ્રેમસુખ ડેલુ, એસીપી, પીઆઈ સહિત 150 પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા. આ ત્રણેયે મકાનની નીચેથી અંડર ગ્રાઉન્ડ વાયરો ખેંચીને ગેરકાયદે વીજ જોડાણ લીધા હતા. તેમના ઘરમાં દર મહિને 3થી 4 હજાર યુનિટ જેટલું બિલ આવે તેમ હતું. નઝીર વોરાના તો 2 ફાર્મ હાઉસ છે. જેમાં તેણે ગેરકાયદે બિલ્ડિંગ, ઓફિસો-દુકાનો બનાવી છે. તે તમામ દુકાનો-ઓફિસોમાં તેણે ગેરકાયદે વીજ જોડાણ આપી મહિને રૂ.500થી 1000 ભાડું વસૂલ કરતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here