લોકો દિવાળીની ઉજવણી સંયમપૂર્વક કરી કોરોનાને મ્હાત આપે : કલેકટર રવિશંકર

0
149

જામનગરની આયુર્વેદ સંસ્થાને નેશનલ ઈમ્પોર્ટન્ટ ઘોષિત કરાઈ

જામનગર ખાતે આજરોજ કલેક્ટર રવિશંકર દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં કલેક્ટરએ જણાવ્યું હતું કે, જામનગર ખાતે આગામી ૧૩ નવેમ્બરના રોજ માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને નેશનલ ઇમ્પોર્ટન્સ ઘોષિત કરી રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. આ સન્માન સાથે આયુષ વિભાગની કામગીરીનો લોકોમાં ખૂબ પ્રસાર જોવા મળ્યો છે તેમ ઉમેરી કલેકટરએ કહ્યું હતું કે, આયુર્વેદ ભારતની સૌથી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે, લોકો અલ્ટરનેટિવ મેડિસિન તરીકે ફરી આયુર્વેદ તરફ વળી રહ્યા છે ત્યારે ઇન્સ્ટિટયૂટ ઓફ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ દ્વારા આયુર્વેદમાં સંશોધનની તકો વધશે.


આ સાથે જ કલેકટર જામનગરની કોવિડની પરિસ્થિતિનો સંપૂર્ણ ચિતાર આપતા જણાવ્યું હતું કે, જામનગરમાં હાલ સુધીમાં કુલ ૯૦૦૦ જેટલા કેસ જોવા મળ્યા છે. ધીરે ધીરે સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે પરંતુ તહેવારોના દિવસોમાં લોકો યાદ રાખે કે કોરોનાથી આપણે હજુ સંપૂર્ણ મુક્ત થયા નથી. જ્યાં સુધી વેકસિન નહીં ત્યાં સુધી લાપરવાહી નહીં તેમ કહી કલેકટરએ કહ્યું હતું કે, લોકો દિવાળીના તહેવારને પણ સંયમિત રીતે ઉજવે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કનો ઉપયોગ અને આવશ્યકતા વગર ઘરની બહાર ન નીકળે અને ઘરના વડીલો ખાસ ધ્યાન રાખે તે ખૂબ આવશ્યક છે. દિવાળીમાં ભેટનું આદાન-પ્રદાન, સ્નેહમિલન જેવી બાબતો કોરોનાના સંક્રમણનો ફેલાવો કરી શકે છે ત્યારે સંયમ રાખી નિયમોનું પાલન કરી દિવાળીની સુખરૂપ ઉજવણી કરવા જિલ્લા સમાહર્તાએ જામનગરવાસીઓને અપીલ કરી છે.

અહેવાલ- સાગર સંઘાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here