જિલ્લાના બાગાયતદાર ખેડુતો બાગાયતની વિવિધ સહાય મેળવવા ઓનલાઇન અરજી કરી શકશે

0
83

ભાવનગર જિલ્લાના બાગાયતદાર ખેડુતોને બાગાયત ખાતું, ગુજરાત રાજય, નાયબ બાગાયત નિયામક, ભાવનગરની ખેડુતો માટે બાગાયત ખાતાની વિવિધ સહાયની યોજનાઓ હેઠળના વિવિધ ઘટક માટેની ઓનલાઇન અરજીઓ યાદી-૧ પ્રમાણે તા.૧૭/૧૧/૨૦૨૦ સુધી તથા યાદી-૨ પ્રમાણે અને તા.૧૮/૧૧/૨૦૨૦ થી તા.૩૦/૧૧/૨૦૨૦ સુધી www.ikhedut.gujarat.gov.in પર કરી શકાશે, તો રસ ધરાવતાં ખેડુતોએ જરૂરી સાધનિક કાગળો સાથે અરજી કરવા જણાવવામાં આવે છે. ઓનલાઇન કરેલ અરજીની સહીવાળી નકલ સાધનિક કાગળો સાથે દિન-૭માં નાયબ બાગાયત નિયામક, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગરને જમા કરવાની રહેશે.

જેમા યાદી-૧મા સમવિષ્ટ યોજનાઓમા અતિ ઘનિષ્ટ તથા ઘનિષ્ટ ફળપાકો/વધુ ખેતી ખર્ચવાલા ફળપાકો સિવાયના ફળપાકો, અર્ધપાકા, પાકા અને કાચા મડંપ-વેલાવાળા શાકભાજીના પેડલ, ઔષધીય/સુગંધીત પાકોના વાવેતર માટે સહાય, ઔષધિય તથા સુંગધિત પાકોના વાવેતર તથા નવા ડીસ્ટીલેશન યુનીટ માટે સહાય, કંદ ફૂલો, છુટા ફૂલો અને દાંડી ફૂલો (કટ ફલાવર્સ)માં સહાય, ટુલ્સ, ઇકવીપમેન્ટ, શોટીગ/ગ્રેડીંગના સાધનો, પીએચએમના સાધનો (વજનકાટા, પકેીંગ મટીરીયલ્સ, શોટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ), ટીચ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય, દેવીપુજક ખેડુતોને તરબુચ, ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાય, પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ), ફળ/શાકભાજી પાકોના હાઇબ્રિડ બિયારણ ખરીદવા, ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય, બાગાયતી પેદાશની પોસ્ટ હાવેસ્ટ મેનેજમેન્ટ અતર્ગત પકેીંગ મટીરીયલ્સમાં સહાય, બાગાયતી પાકોમાં વોટર સોલ્યબલ ખાતરમાં સહાય, વધ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો, સરગવાની ખેતીમાં સહાય તથા હાઇબ્રીડ બીયારણમાં સહાય તેમજ યાદી-૨મા સમાવિષ્ટ યોજાનાઓમા અર્ધપાકા, પાકા અને કાચા મડંપ-વેલાવાળા શાકભાજીના પેડલ, છુટા ફૂલો/દાંડી ફૂલો (કટ ફલાવર્સ), ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકામાં, બાગાયતી પેદાશની પોસ્ટ હાવેસ્ટ મેનેજમેન્ટ અતર્ગત પકેીંગ મટીરીયલ્સમાં સહાય, બાગાયતી પાકોમાં વોટર સોલ્યબલ ખાતરમાં સહાય માટે ઓનલાઇન અરજી કરી કરી શકાશે.

વિવિધ ઘટકોમાં સહાયની યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડુતોને નાયબ બાગાયત નિયામક, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગરનો રૂબરૂમાં અથવા ફોન નંબર ૦ર૭૮-ર૪ર૦૪૪૪ પર સંપર્ક સાધવા તથા ઓનલાઇન અરજી કરવા ikhedut.gujarat.gov.in વેબસાઇટ પર કરીને, ઓનલાઇન કરેલ અરજીની સહીવાળી નકલ સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામક, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગરને જમા કરવાની રહેશે વધુ માહિતી માટે ફોન નંબર ૦ર૭૮-ર૪ર૦૪૪૪ પર સંપર્ક સાધવા યાદીમા જણાવવામાં આવ્યુ છે.

અહેવાલ- કૌશિક વાજા, ભાવનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here