ફટાકડાંથી પ્રદુષણ થાત તો દિલ્હીનું આ શહેર ભયાનક ગેસ ચેમ્બર બની જાત

0
118

અહીંયા આઠ લાખ લોકોનો રોજગાર ફટાકડાં પર આધારિત છે, ફટાકડાં પર પ્રતિબંધના સમાચારએ આ તમામ લોકોની ઊંઘ છીનવી લીધી છે.

  • ઓરિસ્સા, બંગાળ, રાજસ્થાન અને કર્ણાટક પછી દિલ્હીએ પણ ફટાકડાં પર પ્રતિબંધ લગાવી દીધો છે.
  • શિવાકાશીમાં ફટાકડાંના એક હજારથી વધુ યુનિટ છે, લગભગ અઢી હજારથી ત્રણ હજાર કરોડનો વાર્ષિક વેપાર થાય છે.

ગત શુક્રવારે દિલ્હીમાં એક હાઈલેવલ બેઠક યોજાઈ હતી. હેલ્થ ડિપાર્ટમેન્ટના તમામ ઉચ્ચઅધિકારી, રાજ્યના તમામ જિલ્લા અધિકારી, મુખ્ય સચિવ વિજય દેવ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ બેઠકમાં સામેલ થયા હતા. બેઠક ખતમ થતાની સાથે જ કેજરીવાલે ટ્વીટ કર્યું કે, કોરોનાના વધતા સંક્રમણના કારણે દિલ્હીમાં ફટાકડાં પર પુરી રીતે પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે.

આ સમાચારની જેટલી અસર દિલ્હીમાં થઈ છે, તેનાથી ઘણી વધારે દિલ્હીથી 2700 કિમી દૂર આવેલા શિવાકાશીના લોકોને આ સમાચારે પ્રભાવિત કર્યા છે.તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં આવેલું શિવાકાશી ફટાકડાં માટે જાણીતું છે. આ શહેરમાં ફટકડાંના એક હજારથી પણ વધુ યુનિટ છે અને દેશને 90 ટકાવ ફટાકડાં આ શહેર જ પુરા પાડે છે.

શિવાકાશીમાં ફટાકડાંનો લગભગ અઢીથી ત્રણ હજાર કરોડનો વાર્ષિક વેપાર થાય છે. આસપાસના વિસ્તારના લગભગ આઠ લાખ લોકોનો રોજગાર ફટાકડાંના આજ વેપાર પર આધારિત છે. જેમાં ત્રણ લાખ લોકો તો સીધી રીતે ફટાકડાંના ઉત્પાદન સાથે જોડાયેલા છે, જ્યારે લગભગ પાંચ લાખ કોઈ ન કોઈ રીતે આ રીતે વેપારથી રોજગાર મેળવે છે. ફટાકડાં પર પ્રતિબંધના સમાચારે આ તમામ લોકોની ઊંઘ છીનવી લીધી છે.

દિલ્હીમાં ગ્રીન ફટાકડાંની ખરીદી કરી રહેલા લોકો. ઘણી વખત ઘણા રાજ્યોએ ફટાકડાં પર પ્રતિબંધ લગાવ્યો છે.

દિલ્હીમાં ગ્રીન ફટાકડાંની ખરીદી કરી રહેલા લોકો. ઘણી વખત ઘણા રાજ્યોએ ફટાકડાં પર પ્રતિબંધ લગાવ્યો છે.

તમિલનાડુ ફાયરવર્ક્સ એન્ડ એમોર્સેજ મેન્યુફેક્ચર્સ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ જી એબિરુબેન કહે છે કે, ઓરિસ્સા, બંગાળ, રાજસ્થાન અને કર્ણાટક પછી હવે દિલ્હીએ પણ ફટાકડાં પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ તમામ મોટા રાજ્ય છે અને દિલ્હી માત્ર દેશની રાજધાની જ નથી, પણ ફાયનાન્સિઅલ કેપિટલ પણ છે. અહીંયા ફટાકડાંનું સૌથી વધુ વેચાણ થાય છે. જો અહીંયા ફટાકડાંનું વેચાણ ન થાય તો નક્કી માનો કે શિવાકાશી બરબાદીના આરે પહોંચી જશે.

પેઢીઓથી ફટાકડાંનો વેપાર કરતા અબિરુબેન જણાવે છે કે તેમના દાદા અય્યા નદારે વર્ષ 1924માં દેશની પહેલી ફટાકડાંની ફેક્ટરી લગાવી હતી. આજે તેમની ચોથી પેઢી આ વેપારમાં છે. તેઓ કહે છે કે , આપણે જે ફટાકડાં બનાવી રહ્યાં છે, તે પરંપરાગત ફટાકડાંથી ઘણા વધુ સુરક્ષિત છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરાયેલા માપદંડો પર સાચા સાબિત થયા છે. કોર્ટે 2018માં ગ્રીન ક્રેકર બનાવવાનો આદેશ આપ્યો હતો, જેનો અર્થ એ હતો કે તે પરંપરાગત ફટાકડાં કરતા ઓછામાં ઓછા 35 ટકા ઓછું ઉત્સર્જન કરે. આજે અમે માત્ર એ જ બનાવી રહ્યાં છીએ તેમ છતા પણ ઘણા રાજ્ય આની પર પ્રતિબંધ લગાડવાની વાત કરી રહ્યાં છે, જે સમજણની બહાર છે.

દિલ્હી સહિત જે પણ રાજ્યોએ ફટાકડાં પર પ્રતિબંધ લગાવ્યો છે, એ તમામ રાજ્યોની આ જ દલીલ છે કે ફટાકડાંથી થતા પ્રદુષણથી પર્યાવરણને તો નુકસાન થાય છે સાથે જ આનાથી કોરોના સંક્રમણનું પણ જોખમ વધી શકે છે. આ રાજ્યોનું એવું પણ કહેવું છે કે કોરોનાનું એક લક્ષણ શ્વાસ લેવામાં તકલીફ થવાનું પણ છે અને ફટાકડાંના ધુમાડાથી આ સમસ્યા વધુ જોખમી થઈ શકે છે.

ફટાકડાંના વાર્ષિક ઉત્પાદનના 70 ટકાથી વધુ માત્ર દિવાળીના અવસરે જ વેચાય છે.

ફટાકડાંના વાર્ષિક ઉત્પાદનના 70 ટકાથી વધુ માત્ર દિવાળીના અવસરે જ વેચાય છે.

આ તર્ક પર સવાલ ઉઠાવતા શિવાકાશીના એક ફટાકડાંના વેપારીએ કહ્યું કે, આ માત્ર ધારણા છે કે ફટાકડાંથી કોરોના સંક્રમણનું જોખમ વધી શકે છે. જેની પાછળ કોઈ વૈજ્ઞાનિક શોધ અથવા ઠોસ તર્ક નથી. દિલ્હીમાં સૌથી વધુ પ્રદુષણ તો નિર્માણ કાર્યો અને વાહનવ્યવહારથી થાય છે. સરકાર તેને નિયંત્રણમાં કરવા માટે કોઈ પણ કામ નથી કરી શકી. ફટાકડાં તો વર્ષમાં માત્ર એક જ દિવસ ફોડવામાં આવે છે. જો ફટાકડાંથી જ સૌથી વધુ પ્રદુષણ થાત તો શિવાકાશીમાં દિલ્હી કરતા વધુ પ્રદુષણ હોવું જોઈએ હતું, કારણ કે અહીંયા તો વર્ષભર ફટાકડાંનું વેસ્ટ સળગે છે અને ટેસ્ટિંગ માટે આખાય વર્ષ ફટાકડાં ફોડવામાં આવે છે.

શિવાકાશીમાં ફટાકડાંનું નિર્માણ ભલે આખા વર્ષ થતું હોય, પણ તેના વેચાણ માટે દિવાળી જ સૌથી મોટો અવસર છે. ફટાકડાંના વાર્ષિક ઉત્પાદનનો 70 ટકાથી વધુ માલ તો માત્ર દિવાળી પર જ વેચાય છે અને એટલા માટે શિવાકાશીના લોકો માટે દિવાળી વર્ષભરની કમાણીની તક હોય છે. આ વર્ષે પહેલા કોરોનાના કારણે થયેલા લોકડાઉનથી ફટાકડાંના યુનિટ બંધ રહ્યાં, જેનાથી કુલ ઉત્પાદનના 30 ટકા ભાગ પર અસર પડી અને વેપારને લગભગ આઠ સો કરોડનું નુકસાન થયું.

કોર્ટે 2018માં ગ્રીન ક્રેકર બનાવવાના આદેશ આપ્યા હતા, જેનો અર્થ હતો કે તે પારંપરિક ફટાકડાંથી ઓછામાં ઓછા 35% સુધી ઓછું ઉત્સર્જન કરે.. એવામાં દિવાળી જ શિવાકાશીના ફટકડાં ઉત્પાદકો માટે આર્થિક રીતે સંભાળવાની છેલ્લી તક છે. છેલ્લા ઘણા દિવસોમાં અહીંયા ફટાકડાંનું ઉત્પાદન ઝડપથી થયું અને લગભગ બધો માલ જથ્થાબંધ વેપારીઓ અને ડિલર દ્વારા દેશભરમાં પહોંચાડી દેવાયો છે, પણ ત્યારપછી પણ આ લોકોની સમસ્યા ઓછી નથી થઈ, કારણ કે વેચાયેલા માલના પૈસા લેવાના હજી બાકી છે.

અબિરુબેને જણાવ્યું કે, દર વર્ષે જે માલ વેચાય છે, તેના પૈસા અમને દિવાળી પછી જ મળે છે. અમે લોકો બેન્કથી લોન લઈને ઉત્પાદન કરીએ છીએ અને દિવાળી પર જે કમાણી થાય છે, તેનાથી પછી દેવાની ચુકવણી કરીએ છીએ. હવે જો પ્રતિબંધના કારણે માલ નહીં વેચાય તો અમે લોન કેવી રીતે ચુકવીશું. તમે એટલું સમજી લો કે રાજ્યોએ જો પ્રતિબંધ યથાવત રાખ્યો તો શિવાકાશી બરબાદ થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here