10 વર્ષમાં દિવાળીએ શેરમાર્કેટ કરતાં સોનામાં સૌથી વધુ રિટર્ન, આગામી દિવાળી સુધી ભાવ 65થી 67 હજાર થવાની સંભાવના

0
211
  • વ્યાજદરોમાં ઘટાડો અને ગ્લોબલ વૉલેટિલિટીને લીધે સોનામાં આકર્ષક રોકાણનો વિકલ્પ

સોનાના ભાવ આસમાને પહોંચવા સાથે રોકાણકારોની ચાંદી-ચાંદી થઈ છે. છેલ્લાં દસ વર્ષમાં દિવાળી પર શેરબજાર કરતાં સોનામાં બમણું રિટર્ન જોવા મળ્યું છે. આ સમયગાળામાં સોનામાં 159 ટકા રિટર્ન મળ્યું છે, જ્યારે નિફ્ટીમાં 93 ટકા રિટર્ન છૂટ્યું છે. એટલું જ નહીં, નિષ્ણાતો આગામી દિવાળી સુધીમાં સોનાના ભાવ દસ ગ્રામદીઠ રૂ. 65 હજારથી 67 હજાર સુધી પહોંચવાની અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે.

દસ ગ્રામદીઠ રૂ. 45,000-48,500ના ભાવે સોનું ખરીદી શકો છો
બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસીઝના અહેવાલ મુજબ, વિશ્વભરની સેન્ટ્રલ બેંકોએ મંદ અર્થવ્યવસ્થાને ટેકો આપવા માટે વ્યાજ રમાં ઘટાડો કરીને બજારને લિક્વિડિટી પૂરી પાડી છે. વૈશ્વિક વ્યાજદરો વર્તમાનમાં શૂન્યના સ્તરે પહોંચ્યા છે. થોડા સમય માટે ઘટવાની અપેક્ષા છે. અમેરિકી કેન્દ્રીય બેન્ક ફેડના અધ્યક્ષે ગત નીતિમાં જણાવ્યું હતું કે વ્યાજદર 2023 સુધી લઘુતમ સ્તરે રહેશે. સારા રિટર્ન માટે લોકો સોના તરફ આકર્ષિત થઈ શકે છે. દસ ગ્રામદીઠ રૂ. 45,000-48,500ના ભાવે સોનું ખરીદી શકો છો. આગામી દિવાળી સુધી સોનું રૂ. 65 હજારથી 67 હજાર થઈ શકે છે. રેલિગેર બ્રોકિંગના રિપોર્ટ અનુસાર, રોકાણકારોના પોર્ટફોલિયોની સુરક્ષાની સાથે સાથે શાનદાર રિટર્ન આપતાં સોનું આશા પર કાયમ રહ્યું છે. માત્ર કોરોના કટોકટી જ નહીં, આર્થિક મુદ્દાઓ, રાજકીય અનિશ્ચિતતા અને રોકાણની માગ જેવા અન્ય ઘણાં કારણોને કારણે તેની માગમાં વધારો થયો છે.

જોકે સોનાના ભાવ હાલમાં લાઇફટાઇમ હાઈથી 10 ટકા નીચે ટ્રેડ કરી રહ્યા છે. વાર્ષિક ધોરણે ભાવમાં 10 ગ્રામદીઠ રૂ.65,000થી વધુ થવાની ધારણા છે.

આઉટલુક : સોનામાં હાલ ઘટાડો, પણ ફરી તેજી આવી શકે છે
મહામારીની અસરને કારણે બજાર અનિશ્ચિત રહ્યું છે. રૂપિયામાં ઘટાડો થયો છે. અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ પણ આ સ્થિતિ યથાવત્ રહી શકે છે, તેથી ટૂંકાથી મધ્યમ ગાળા માટે સોનું ખૂબ મહત્ત્વનું રહેશે. કેન્દ્રીય બેન્કોના વલણ, નીચા વ્યાજદર, બજારમાં વધુ નાણાં, રોગચાળો અને અન્ય ચિંતાઓની અસર લાંબા ગાળે સોનાની તેજી માટે આદર્શ રહેશે. જોકે તેજીની ગતિ કોરોના રસી અને કેટલાંક અન્ય પરિબળો પર નિર્ભર રહેશે.

સોનામાં 1 વર્ષમાં 33 ટકા રિટર્ન
છેલ્લા એક વર્ષમાં શેર કરતાં સોનામાં 33 ટકા જેટલું ઊંચું વળતર મળ્યું છે.

મૂડી સ્રોત10 વર્ષ5વર્ષ1વર્ષ
ગોલ્ડ (MCX)159%99%33%
નિફ્ટી93%50%3%
ડાઉ જોન્સ154%61%6%

(સોર્સ: ગોલ્ડપ્રાઇસ ડોટકોમ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here