દેશના 8.5 લાખથી વધુ બેન્ક કર્મચારીઓનું વેતન 15% વધશે, 1 નવેમ્બર 2017ની પાછલી અસરથી અમલ, ત્રણ વર્ષનું એરિયર મળશે

0
81

બેન્ક કર્મચારીઓને દિવાળી ગિફ્ટ મળી ગઇ છે. દેશના 8.5 લાખથી વધુ બેન્ક કર્મચારીઓનું વેતન 15 ટકા વધશે. તેમાંથી મોટાભાગના જાહેર ક્ષેત્રની બેન્કોના છે. વેતનમાં વધારો 1 નવેમ્બર, 2017ની પાછલી અસરથી અમલી ગણાશે, મતલબ કે કર્મચારીઓને 3 વર્ષનું એરિયર મળશે. આ વેતનવૃદ્ધિથી બેન્કો પર વાર્ષિક 7,898 કરોડ રૂ.નો વધારાનો બોજ પડશે.

ઇન્ડિયન બેન્ક્સ એસો. (આઇબીએ)ના સીઇઓ સુનીલ મહેતાએ એક નિવેદનમાં કહ્યું કે ભારતીય બેન્ક સંઘ (કર્મચારી) યુનિયનો અને (અધિકારી) સંઘો સાથે 11મી દ્વિપક્ષી વેતનવૃદ્ધિ મંત્રણા સહમતિથી સંપન્ન થઇ છે. બુધવારે થયેલી સમજૂતી હેઠળ વેતનવૃદ્ધિ 1 નવેમ્બર, 2017થી અમલી ગણાશે.

બુધવારે થયેલી સમજૂતી હેઠળ વેતનમાં 15 ટકા વૃદ્ધિની જોગવાઇ છે. બેન્ક અધિકારીઓના 4 સંગઠન અને 5 કર્મચારી સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતા યુએફબીયુ અને આઇબીએએ ત્રણ વર્ષની સઘન મંત્રણા બાદ આ વર્ષે 22 જુલાઇએ વાર્ષિક 15 ટકા વેતનવૃદ્ધિની સમજૂતી અંગે કરાર કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here