એકલી રહેતી મહિલાઓમાં હાઈ બ્લડ પ્રેશરનું 28% અને વિધવામાં 33% વધારે જોખમ, આ રીતે બીપી કંટ્રોલ કરો

0
93

લગ્ન ન કરેલી મહિલાઓનું બ્લડ પ્રેશર સાથે કનેક્શન છે. અમેરિકામાં થયેલા રિસર્ચ પ્રમાણે, જે મહિલાઓના લગ્ન થયા નથી તેમને બ્લડ પ્રેશર એટલે કે હાઈપરટેન્શનનું જોખમ વધારે છે. હાઈપર ટેન્શન જર્નલમાં પબ્લિશ થયેલા રિસર્ચ પ્રમાણે, લગ્ન અને જેન્ડરનું હાઈપરટેન્શન સાથે કનેક્શન સમજવા માટે વૈજ્ઞાનિકોએ સ્ટડી કરી.

આ લોકોને વધારે જોખમ
કેનેડામાં 45થી 85 વર્ષના 28,238 પુરુષ-મહિલાઓ પર રિસર્ચ કરવામાં આવ્યું. રિસર્ચમાં ખબર પડી કે, પરિણિત મહિલાઓની સરખામણીમાં એકલી રહેતી મહિલાઓ હાઈ બ્લડપ્રેશરથી પીડિત છે. છૂટાછેડા લીધેલી મહિલાઓમાં 21% અને વિધવા મહિલાઓમાં 33% વધારે હાઈ બ્લડ પ્રેશરનું જોખમ રહે છે.

કુવારા પુરુષોમાં હાઈ બીપીના કેસ કેમ ઓછા?
રિસર્ચ પ્રમાણે, કુવારા પુરુષોની સ્થિતિ આના કરતાં ઊંધી છે. એકલા રહેતા પુરુષોમાં હાઈ બીપીનું જોખમ ઓછું છે કારણકે તેઓ વધારે ચિંતા કરતા નથી. આથી તેમનામાં બ્લડ પ્રેશર વધવાનું જોખમ પણ ઓછું રહે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, મહિલાઓના મિત્રો ઘણા ઓછા હોય છે તેમનામાં હાઈપર ટેન્શનનું જોખમ 15% વધારે હોય છે.

બ્લડ પ્રેશર શું છે?
મેડિકલ ન્યૂટ્રીશનિસ્ટ ડૉ. બિસ્વરુપ રાય ચૌધરીનું કહેવું છે કે, બ્લડ પ્રેશર કોઈ બીમારી નથી. તે શરીરમાં થતા નેગેટિવ ફેરફારનું એક લક્ષણ છે. તેને કંટ્રોલ કરવાના બે ફોર્મ્યુલા છે. પ્રથમ, રોજના ભોજનમાં 50% ફળ અને કાચા શાકભાજી ખાઓ. બીજું, મીઠું અને તેલથી દૂર રહો.

હાઈ અને લો બીપી, બંને જોખમી
વધારે કે ઓછું બીપી એ બંને જોખમી છે. જો બ્લડ પ્રેશર 160/100થી નીચે છે તો તે હાઈ બીપી નથી, પણ આ આંકડાંથી બીપી વધી જાય તો તે હાઈ બીપી કહી શકાય. જો તે 100/60 રહે છે તો તે લો બીપી છે. જ્યારે ગભરામણ, માથાનો દુખાવો, નબળાઈ કે સુસ્તી અનુભવાય તેનો અર્થ છે કે બીપી વધારે કે ઓછું છે. આવો અનુભવ ન થાય તો સ્થિતિ નોર્મલ છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

એક દિવસમાં આ બધું થાય તે શક્ય નથી. લાંબા સમય સુધી મોબાઈલના ઉપયોગથી ટ્યુમરની શક્યતા રહે છે. શરીરમાં ટ્યુમર થવાથી બીપી વધી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here