પેટા ચૂંટણીમાં તમામ બેઠકો ભાજપ જીતશે, મોરબીમાં મેરજાને ટિકિટ મળે તેવી કાર્યકરોની ઈચ્છા: આઈ.કે.જાડેજા

0
326
  • વીજ બિલ મુદ્દે સૌરભ પટેલનો લૂલો બચાવ, કહ્યું વ્યક્તિગત કેસ જોઈને લાભ આપી શકાય
  • ગુજરાતમાં MSME તરીકે 1.63 લાખ અરજીઓ મળી
  • 8886 કરોડ રૂપિયાની લોન બેંક દ્વારા આપવામાં આવી

રાજકોટ. ઉર્જાપ્રધાન સૌરભ પટેલ અને આઈ.કે.જાડેજાએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ત્યારે સૌરભ પટેલે જણાવ્યું હતું કે MSME સેક્ટરમાં લોન મંજુર કરવા બાબતે સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે. આ સાથે જ સૌરભ પટેલે જંગી વીજ બિલ અંગે લુલો બચાવ કરતા કહ્યું કે વ્યક્તિગત કેસ જોઈને લાભ આપી શકાય. જ્યારે આઈ.કે. જાડેજાએ નિવેદન આપતા કહ્યું  કે મોરબી સહિતની 8 બેઠક પર ભાજપ જ જીતશે અને મોરબીમાં મેરજાને ટિકિટ મળે તેવી કાર્યકરોની ઈચ્છા છે.

સમગ્ર દેશમાં ગુજરાત લોન મંજૂર કરવામાં પ્રથમ નંબર પર
ઉર્જાપ્રધાન સૌરભ પટેલે કોરોનાની મહામારી અંગે પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું હતું કે 23મી માર્ચના રોજ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જે બાદ પીએમ મોદી દ્વારા આત્મનિર્ભર ભારત અંગે જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતના 95 ટકા ઉદ્યોગો MSME સેક્ટરમાં આવી જાય છે. સૌરભ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ગુજરાત લોન મંજૂર કરવામાં પ્રથમ નંબર પર છે. જ્યારે નાણાં ફાળવવામાં ત્રીજા નંબર પર છે. 

સરકાર 100 યુનિટનો લાભ આપશે-સૌરભ પટેલ
સૌરભ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં MSME તરીકે 1.63 લાખ અરજીઓ મળી છે. 1.62 લાખ અરજીઓ મંજૂર કરવામાં આવી  છે અને 8886 કરોડ રૂપિયાની લોન બેંક દ્વારા આપવામાં આવી છે. જ્યારે છેલ્લા 3-4 મહિનાના જંગી બિલ અંગે સૌરભ પટેલે લુલો બચાવ કરતા કહ્યું કે વ્યક્તિગત કેસ જોઈને લાભ આપી શકાય, જાન્યુઆરીથી માર્ચ અંગેની સાયકલ હોય તેવા લોકોને બિલ આવી રહ્યા હોવાનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે સરકારના 100 યુનિટનો લાભ લાભાર્થીઓને મળશે.

મોરબી સહિતની 8 બેઠક પર ભાજપ જીતશે-જાડેજા
મોરબીની ચૂંટણીના ભાજપના ઈન્ચાર્જ આઈ.કે.જાડેજાએ નિવેદન આપતા કહ્યું કે મોરબી સહિત 8 બેઠકો પર ભાજપ જીતશે. મોરબીના ઉમેદવારને લઈને બ્રિજેશ મેરજાનું નામ ચાલી રહ્યું છે. પાર્લામેન્ટ્રી બોર્ડએ બ્રિજેશ મેરજાનું નામ મુકવામાં આવ્યું છે. મોરબી ભાજપના નેતા કાંતિલાલ અમૃતિયા સહિતના કાર્યકરોની લાગણી છે કે બ્રિજેશ મેરજાને ટિકિટ મળે. આ સાથે જ જાડેજાએ જણાવ્યું હતું કે સુરતની બાબત મારા ધ્યાનમાં આવી નથી. પણ કાયદો કાયદાનું કામ કરશે. તેમમ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જો કે મહિલા પોલીસ અધિકારી વિરુદ્ધ ખાતાકીય તપાસ આપવી યોગ્ય કે અયોગ્ય તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here