કોરોનામાં શહેરમાં પહેલી વાર એક જ દિવસમાં 500 પ્રોપર્ટીના દસ્તાવેજ થયા

0
168
  • કોરાના કાળમાં કચેરીઓ ખૂલ્યા બાદ રોજ 100થી 150 દસ્તાવેજો થતા હતા
  • ભારણને કારણે કામકાજનો સમય રાતે 9 વાગ્યા સુધી કરાતાં કર્મચારીઓ નારાજ

અમદાવાદમાં બુધવારે એક જ દિવસમાં 500થી વધુ મિલકતોના દસ્તાવેજો થયા હતા. કોરોનાને કારણે ઘણા સમયથી રોજ 100થી 150 જ દસ્તાવેજો થતા હતા. રાજ્યમાં કોરોના આવ્યો તે પહેલાં એક દિવસમાં સરેરાશ 5 હજાર દસ્તાવેજ થતા હતા. જ્યારે બુધવારે એક દિવસમાં છ હજારથી વધુ દસ્તાવેજો થયા છે. જોકે દસ્તાવેજોના ભારણને લીધે સરકારે દસ્તાવેજી કચેરીનો સમય રાતે 9 સુધીનો કરતા કર્મચારીઓમાં ભારે નારાજગી છે.

શહેરની 14 દસ્તાવેજી કચેરીમાં બુધવારે એક જ દિવસમાં 500થી વધુ મિલકતોના દસ્તાવેજો થયા હતા. જ્યારે રાજ્યમાં છ હજારથી વધુ દસ્તાવેજો રજિસ્ટર થયા છે. ગુજરાત રાજ્ય રજિસ્ટ્રેશન ડિપાર્ટેમેન્ટ એસો.એ કહ્યું કે, સરકારે કચેરીઓમાં કર્મચારીઓના કામકાજનો સમય સવાર 10.30થી રાતે 9 વાગ્યા સુધીનો કર્યો છે. કામગીરી પૂરી થયા પછી રાતે 11 સુધી રોકાવું પડે છે. બીજા દિવસે ફરી સવારે 10.30 વાગે હાજર થવું પડે છે. અમદાવાદની 14 કચેરીમાં 100 કર્મચારી છે. સતત કામગીરીને કારણે કર્મચારીઓના હેલ્થના પ્રશ્નો પણ સર્જાયા છે. કચેરીઓમાં હાલ પૂરતી કનેક્ટિવિટી નથી, જેથી એક દસ્તાવેજની કામગીરી પાછળ આશરે 15 મિનિટનો સમય જાય છે.એસોસિએશનના હોદ્દેદારોએ આ અંગે ઉચ્ચઅધિકારીઓ સમક્ષ રજૂઆત પણ કરી છે.

રાજ્યમાં 7 મહિનામાં 5.16 લાખ દસ્તાવેજોનું રજિસ્ટ્રેશન કરાયું
કોરોના સંક્રમણ વચ્ચે મહેસૂલી સેવાના ડિજિટલાઇઝેશનને પગલે લોકડાઉન ખૂલ્યા બાદ રાજ્યમાં દસ્તાવેજ નોંધણીમાં વધારો થયો છે અને સાત મહિનામાં 5.16 લાખ દસ્તાવેજોની નોંધણી થઇ છે, જેના થકી સરકારને સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફી તરીકે કુલ 3099 કરોડની આવક થઇ હોવાનું મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું છે. ગત વર્ષના સપ્ટેમ્બર, ઓક્ટોબરની સરખામણીએ આ વર્ષે આ બે મહિનામાં દસ્તાવેજોની સંખ્યામાં 23 ટકાનો અને આવકમાં 7.4 ટકાનો વધારો થયો છે. મહેસૂલ વિભાગ દ્વારા નાગરિકોને ઘરે બેઠક સેવા ઉપલબ્ધ કરાવવાના ભાગરૂપે ઇન્ડેક્સ-2 અને બોજા પ્રમાણપત્રની 32,248 નકલ બે મહિનામાં અરજદારોને તેમના ઘરે પહોંચાડાઈ છે, જેથી સરકારને 1.42 કરોડની આવક થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here