રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 9257 પર પહોંચી, 468 દર્દી સારવાર હેઠળ, રાજ્યસભા MP અભય ભારદ્વાજની તબિયતમાં સુધારો

0
81
  • રાજકોટમાં બુધવારે 63 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો

રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 9257 પર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 468 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં બુધવારે 63 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે રાજકોટમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યાં હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.

રાજ્યસભા MP અભય ભારદ્વાજની તબિયતમાં સુધારો
ચેન્નઈમાં સારવાર લઈ રહેલા રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયતમાં સુધારો આવ્યો છે. આગામી થોડા દિવસોમાં તેમને ડિસ્ચાર્જ પણ આપી દેવામાં આવશે. ડિસ્ચાર્જ આપ્યા બાદ અભય ભારદ્વાજને રાજકોટ લાવવામાં આવશે. અભય ભારદ્વાજના ફેફસાં ફરી કાર્યરત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવશે. મહત્વનું છે કે એકમો ટ્રીટમેન્ટની મદદથી તબિયતમાં સુધારો થયો છે.

ત્રણ-ચાર દિવસમાં કોરોના પોઝિટિવ આંક ફરી 100 ઉપર આવી રહ્યો છે
રાજકોટ શહેરમાં સદગુરુ ટાવર વોકહાર્ટ હોસ્પિટલ સામે, કાલાવડ રોડ શિવ આરાધના સોસાયટી, રૈયારોડ અંબિકાપાર્ક, રેસકોર્સ રિંગ રોડ શ્રેયસ સોસાયટી,પેલેસ રોડ વર્ધમાનનગર, ભગવતીપરામાં જયપ્રકાશનગરને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ-ચાર દિવસમાં કોરોના પોઝિટિવ આંક ફરી 100 ઉપર આવી રહ્યો છે. બીજી તરફ દિવાળીના તહેવારો પણ નજીક આવી રહ્યા છે ત્યારે આંકડો હજુ વધે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

છેલ્લા 5 દિવસથી પોઝિટિવ કેસની સંખ્યામાં ઉછાળો
શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા ઘટી રહી છે. જો કે, છેલ્લા 5 દિવસથી તેમાં અચાનક જ ઉછાળો આવ્યો છે. ત્યારે તહેવારો દરમિયાન લોકો વધુ સતર્ક નહીં રહે તો નવા ગુજરાતી વર્ષમાં કેસની સંખ્યા વધશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here