આટકોટમાં 3 કલાકમાં 2.5 ઈંચ, દીવ અને જસદણમાં ધોધમાર, રાજકોટ, ગોંડલ, ખાંભા, બાબરા અને વીરપુર પંથકમાં ધીમીધારે વરસાદ

0
556

વરસાદ પડતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી

જકોટ. અસહ્ય ગરમી અને બફારા બાદ ઉના અને દીવમાં ધોધમાર પડ્યો છે. જ્યારે આટકોટમાં 3 કલાકમાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. રાજકોટ, ગોંડલ, ખાંભા, બાબરા અને વીરપુર  પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગોંડલ પંથકના વેકરી અને પાટીદડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. વરસાદ પડતાં ગોંડલ પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. બીજી તરફ દીવ અને જસદણમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

આટકોટમાં 3 કલાકમાં અઢી ઈંચ વરસાદ
આટકોટમાં આજે બપોરે એક વાગ્યાથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જે ચાર વાગ્યા સુધી ત્રણ કલાકમાં અઢી  ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. વરસાદ પડતા જ ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. વરસાદ આવતાં ખેતરની બહાર પાણી નીકળી ગયા હતાં. કાલે પણ અડધો ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. ત્યારે આજે આજુબાજુના જંગવડ, વીરનગર, પાંચવડા, જીવાપર, જસાપર, ચીતલીયા સહિતનાં ગામડાઓમાં સારો એવા વરસાદ પડ્યો છે.

રાજકોટમાં ધીમીધારે વરસાદ
રાજકોટમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે બપોર બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજી તરફ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના અનેક ગામડાઓમાં વરસાદ પડ્યો હતો. ખીજડિયા સહિત અનેક ગામોમાં 1થી દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો અને નદીમાં પૂર આવ્યું હતું

.

દીવમાં ધોધમાર વરસાદ
દીવમાં ધોધમાર વરસાદથી લીલીછમ હરિયાળી ખીલી ઉઠી છે. ભારે વરસાદના પગલે દીવના રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં અને ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું હતું.આહલાદક વાતાવરણ નિહાળી લોકોમાં ખુશી જોવા મળી હતી.

યાત્રાધામ વીરપુરમાં ધીમીધારે વરસાદ
યાત્રાધામ વિરપુરમાં એક-બે દિવસની વરાપ બાદ આજે ફરી મેઘરાજાએ ફરીવાર પધરામણી કરી છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. વીરપુર પંથકમાં કપાસ, મગફળીના વાવેલ પાક માથે કાચું સોનુ વરસતા ધરતીપુત્રોમાં હર્ષની લાગણી પ્રસરી ગઈ છે.

ધારી પંથકમાં વરસાદી માહોલ
ધારીમાં આજે સવારથી જ વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા શરૂ થયા છે. ધારી પંથકમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો અને વરાપ નિકળી હતી. ત્યારે આજે સવારથી જ ફરી વરસાદી માહોલ છવાયો હતો અને સવારથી બપોર સુધીમાં ઝાપટાં રૂપી વરસાદ પડ્યો હતો.

અસહ્ય બફારાથી લોકોને રાહત મળી
ગોંડલમાં આજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ગોંડલમાં સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. જે બાદ ગોંડલ પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જેથી લોકોને અસહ્ય બફારામાંથી રાહત મળી હતી.

બાબરામાં મેઘરાજા મહેરબાન
લાંબા વિરામ બાદ બાબરા પંથકમાં મેઘરાજાનું આગમન થયું હતું. બપોર બાદ મેધરાજા મન મુકીને વરસતા ખેતરમાં ઉભા પાકને ફાયદો થયો હતો. 

ખાંભામાં ધીમીધારે વરસાદ
ખાંભા પંથકમાં ધીમીધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખેડૂતોને નિંદામણ પૂર્ણ કર્યા બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

ભાવનગરમાં ધીમીધારે વરસાદ
સતત બીજા દિવસે ભાવનગરમાં ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. વરસાદના આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

સીદસર-મોટી પાનેલી વચ્ચેનો રસ્તો બંધ
સીદસર ઉમિયાધામ ખાતે આવેલો વેણું નદીનો પુલ ક્ષતિગ્રસ્ત થતાં સીદસરથી મોટી પાનેલી જતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here