- ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહિત કરવા રૂ પે કાર્ડના સ્વરૂપમાં એડવાન્સ ચૂકવાશે
દિવાળીને ગણતરીનો દિવસ બાકી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને દિવાળી ભેટ આપવામાં આવી છે. જેનો લાભ રાજ્યના 5 લાખથી વધુ અધિકારીઓ અને કર્મચારીને સીધો લાભ મળશે. રાજ્ય સરકાર દીપાવલીના પર્વ પર તહેવારોનું વગર વ્યાજનું રૂ 10 હજાર એડવાન્સ ફેસ્ટિવલ આપશે. જેને આગામી 10 મહિનામાં 10 હપ્તામાં ચૂકવવાનું રહેશે.
સરકારી કર્મચારીઓ ખરીદી કરી શકશે
દિવાળી પર્વ પર સરકારી કર્મચારીઓ ખરીદી કરી શકે તે માટે એડવાન્સ ફેસ્ટિવલ બોનસ આપવાનું સરકારે નક્કી કર્યું છે. સરકારી કર્મચારીઓ તહેવારોને અનુલક્ષીને ચીજવસ્તુઓ અને મીઠાઈ સહિતની ખરીદી કરી શકે તે માટે નિર્ણય કરાયો છે. એની સાથે બજારને તેજી આપવાનો અને નાના વ્યાપારીઓને રોજગારીને વેગ આપવા રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને એડવાન્સ ફેસ્ટિવલ બોનસ અપાયું છે.
મંદીથી વેપારીઓને બહાર લાવવામાં મદદ મળશે
સરકારી કર્મચારીઓ પરિવાર માટે ખરીદી કરી શકે તે માટે નિર્ણય લેવાયો છે. કોરોનાના કપરાં કાળમાં વેપાર ધંધામાં મંદીનો માહોલ છે ત્યારે સરકારે ફેસ્ટિવલ એડવાન્સ બોનસ આપીને કર્મચારીઓને ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરવા અને નાના વેપારીઓને મંદીમાંથી બહાર લાવવામાં મદદ મળી રહેશે.