ધોરડો સફેદ રણમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પાટણ, બનાસકાંઠા અને ભુજના સરપંચો સાથે સંવાદ

0
106
  • અમિત શાહનું બુધવારે મોડી રાતે BSFના વિશેષ વિમાનમાં ભુજ પહોંચ્યા, ઉમેદભવનમાં રાત્રિ રોકાણ કર્યું
  • કેન્દ્રીય ગૃહમંત્રી માતાના મઢમાં દેશ દેવીનાં દર્શને જશે, પણ કોટેશ્વર અને ક્રિકની મુલાકાત નહીં લે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે મોડી રાત્રે ભુજ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. તેમણે સર્કિટ હાઉસ ઉમેદભવન ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. આજે સવારે તેઓ ગુરુવારે સવારે ઉમેદભવનથી ભુજ એરપોર્ટ પહોંચી ત્યાંથી હેલિકોપ્ટરમાં બેસી ધોરડો પહોંચ્યા હતા. અહીં તેઓ પાટણ, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાના સરપંચો સાથે સંવાદ કરી પ્રેરક માર્ગદર્શન આપશે. ઉપરાંત ધોરડોમાં આજથી રણોત્સવનો પ્રારંભ થશે.

ધોરડોના સફેદ પણમાં અમિત શાહને આવકારતા હોર્ડિંગ્સ લાગ્યા છે

ધોરડોના સફેદ પણમાં અમિત શાહને આવકારતા હોર્ડિંગ્સ લાગ્યા છે

અમિત શાહના આજના કાર્યક્રમો
સવારે 11 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ધોરડો ખાતે સરહદી ક્ષેત્ર વિકાસ કાર્યક્રમ અન્વયે કચ્છ, બનાસકાંઠા અને પાટણના સરપંચો સાથે સંવાદ કરશે. ત્યાર બાદ 3.30 કલાકે માતાના મઢ પહોંચશે, જ્યાં 3.45થી 4.15 વાગ્યા સુધી આશાપુરા માતાજીની પૂજા કરશે. 4.30 કલાકે માતાના મઢ હેલિપેડથી બી.એસ.એફ. હેલિકોપ્ટરમાં ઉડાન ભરી ભુજ એરપોર્ટ પહોંચશે. ત્યાર બાદ ભુજથી સીધા અમદાવાદ જવા રવાના થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ માટે કચ્છ આવ્યા બાદ પણ તેઓ સરહદી વિસ્તાર, જેમ કે ક્રિક વગેરેની મુલાકાતે જશે નહીં.

મોડી રાત્રે ભુજ એરપોર્ટ પર અમિત શાહ આવી પહોંચ્યા હતા

મોડી રાત્રે ભુજ એરપોર્ટ પર અમિત શાહ આવી પહોંચ્યા હતા

સરહદી વિસ્તારને સ્પર્શતા પ્રશ્નો અંગે આજે ધોરડોમાં પરામર્શ થશે
ધોરડોના કાર્યક્રમમાં સરહદી વિભાગને સ્પર્શતા શિક્ષણ, રસ્તા, આરોગ્ય સહિતનાં અન્ય વિકાસલક્ષી કામો સંદર્ભે ચર્ચા-વિચારણા કરાશે. કાર્યક્રમના પ્રારંભે મુખ્ય સચિવ અનિલ મુકીમ દ્વારા સ્વાગત પ્રવચન અને બી.એસ.એફ.ના અધિકારીઓ દ્વારા કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરાશે. ઉપરાંત સરપંચો પોતાના અનુભવોનું આદાન-પ્રદાન કરશે. ત્યાર બાદ કેન્દ્રીય ગ્રામીણ વિકાસમંત્રી નરેન્દ્રસિંહ તોમર, રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી સંબોધન કરશે. કાર્યક્રમ દરમિયાન હોમ મિનિસ્ટર્સ સ્પેશિયલ ઓપરેશન મેડલ મહાનુભાવોના હસ્તે એનાયત કરાશે.

મહાનુભવોની ઉપસ્થિતિ રહેશે
ધોરડો ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગ્રામીણ વિકાસ કૃષિ અને ખેડૂત કલ્યાણ, પંચાયત રાજમંત્રી નરેન્દ્રસિંહ તોમર, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણ આહીર ઉપસ્થિત રહેશે.

અમિત શાહ બુધવારે મોડી રાત્રે BSFના વિશેષ વિમાનમાં ભુજ એરપોર્ટ પહોંચ્યા હતા.

અમિત શાહ બુધવારે મોડી રાત્રે BSFના વિશેષ વિમાનમાં ભુજ એરપોર્ટ પહોંચ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here