તરત જ જનધન ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરો, તમને ૧,૩૦ લાખ રૂપિયાનો મળશે લાભ

0
177

જો તમે પણ જનધન ખાતા ધારક છો, તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. સરકારે એક નવો આદેશ જારી કર્યો છે, જેના પગલે જન ધન ખાતામાં ૧ લાખ ૩૦ હજાર રૂપિયા જમા થશે. આ માટે, તમારે ફક્ત તમારું આધાર કાર્ડ તમારા જન ધન ખાતા સાથે લિંક કરવું પડશે.

જન ધન ખાતાના ગ્રાહકોને અનેક સુવિધાઓ સાથે એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળે છે. પરંતુ જો તમે તમારા ખાતાને આધાર સાથે જોડશો નહીં, તો તમને આ લાભ મળશે નહીં. જેના કારણે તમને એક લાખ રૂપિયાની ખોટ થશે. આ સિવાય તમને ૩૦,૦૦૦ રૂપિયાનું આકસ્મિક મૃત્યુ વીમા કવર પણ મળે છે. જે આધાર બેંક ખાતા સાથે લિંક થયા પછી જ મળે છે.

આધાર કાર્ડને કઈ રીતે બેંક અકાઉન્ટ સાથે લીંક કરશો

તમે બેંકએકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો.
બેંકમાં, તમારે આધાર કાર્ડની ફોટો કોપિ, તમારી પાસબુક આપવી પડશે.
ઘણી બેન્કો હવે સંદેશાઓ દ્વારા પણ એકાઉન્ટને આધાર કાર્ડ સાથે જોડી રહી છે.

ઘરે બેઠા તમારા અકાઉન્ટને આધાર કાર્ડ સાથે લીંક કરો 
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) ના ગ્રાહકો મેસેજ બોક્સમાં જઈને UID<SPACE> આધાર કાર્ડ નંબર <SPACE> ખાતા નંબર લખીને ૫૬૭૬૭૬ પર મોકલી દો. તમારું બેંક અકાઉન્ટ તમારા ખાતા સાથે લીંક થઇ જશે.
ધ્યાન રાખો કે જો તમારો આધાર કાર્ડ અને બેંકમાં આપવામાં આવેલા મોબાઈલ નંબર જુદા છે તો લિંક ત્યાં નહીં આવે.
આ સિવાય તમે તમારા નજીકના એટીએમથી પણ તમારા બેંક એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો.

ક્યાં ક્યાં ડોકયુમેન્ટસની જરૂર પડશે.
આધારકાર્ડ અથવા પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા પાનકાર્ડ, મતદાર કાર્ડ, નરેગા જોબકાર્ડ, ઓથોરિટી તરફથી અપાયેલ પત્ર, જેમાં નામ, સરનામું અને આધાર નંબર લખેલ હોય.ગેઝેટેડ અધિકારી દ્વારા જારી કરાયેલ પ્રમાણિત ફોટાવાળો લેટર 

વડા પ્રધાન જન ધન ખાતા પર ગ્રાહકોને ૫૦૦૦ રૂપિયાની ઓવરડ્રાફ્ટ સુવિધા મળે છે. ઓવરડ્રાફટની સુવિધાનો લાભ લેવા માટે આધારકાર્ડ હોવું જરૂરી છે. આ સિવાય PMJDY  ખાતાને પણ આધારકાર્ડ સાથે જોડવું જરૂરી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here