ગોંડલ નગરપાલિકા ની બેદરકારી ને લઈને ગોંડલ માં સાઇકલ સવાર વૃદ્ધ સાઇકલ સાથે અકસ્માતે બુગદા માં પડતા મોત.

0
134

ગોંડલ નગર પાલિકા ની ઘોર બેદરકારી આવી રણછોડનગર ના નાલા પર અનેક વાર અકસ્માત થયા છે સ્થાનિકો એ અનેક વખત રજુઆત કરી પુલ પર એક સાઈડ ની દીવાલ જર્જરિત થઈ છે પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે ત્યારે ગોંડલ રણછોડનગર સોસાયટી માં રણછોડનગર ના નાલા માં આજે એક અજાણ્યાં વૃદ્ધ સાઇકલ સવાર અકસ્માતે બુગદા પડતા મોત નીપજ્યું હતું


ગોંડલ ફાયર નો સ્ટાફ મહાવીરસિંહ, કિશોરભાઈ સહિત નો ફાયર સ્ટાફ ઘટના સ્થળે પોહચી ને બુગદામાંથી મૃતદેહ ને બહાર કાઢ્યો હતો અને મૃતદેહ ને પી.એમ.માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો વૃદ્ધ ની ઓળખ મેળવવા ગોંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી.
સાઇકલ સવાર વૃદ્ધ ની સાઇકલ માં રાખેલ કોથળા માંથી પ્લાસ્ટિક ની પાણી ની અને સોડા ની બોટલો અને પ્લાસ્ટિક જોવા મળ્યું હતું જાણવા મળતી વિગત મુજબ વૃદ્ધ શહેર માંથી સોડા અને પાણી ની ખાલી પ્લાસ્ટીક ની બોટલું વિણવાનું કામ કરી રહ્યા હોઈ તેવું જાણવા મળ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here