અમરેલી પાલિકાના નવનિર્મિત બિલ્ડિંગના લોકાર્પણના કાર્યક્રમમાં પોલીસ વિલન બની

0
97

કરોડોના ખર્ચે નવનિર્મિત અમરેલી નગરપાલિકાના બિલ્ડિંગનું સત્તાધીશો દ્વારા કરવામાં આવેલ લોકાર્પણ અને વહીવટી મંજૂરી વગર પોલીસ દ્વારા અટકાવવામાં આવતા લોકોર્પણ કરનારા જ સ્થળ ઉપર ન આવતાં લોકાર્પણનો ફિયાસ્કો થયેલ હતો. લોકાર્પણ અંગે કલેકટરની મંજૂરી લીધેલ ન હોવાના કારણે પોલીસ બંદોબસ્ત સાથે સમગ્ર કાર્યક્રમ અટકાવી દેવામાં આવેલ હોવાનું ચીફ ઓફિસરે જણાવેલ હતું.


પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી નગરપાલિકા દ્વારા શહેરના નાગનાથ મંદિર સામે કરોડોના ખર્ચે વિશાળ બિલ્ડિંગ બનાવવામાં આવેલ હતી. આ બિલ્ડિંગ કોરોનાકાળમાં કલેકટર દ્વારા હસ્તગત કરવામાં આવેલ હતી. હાલ કોરોનાનું સંક્રમણ ઘટતા નવનિર્મિત પાલિકા બિલ્ડિંગ ખાલી કરવામાં આવેલ હતું. શહેરની તાલુકા શાળા બિલ્ડિંગમાં ભાડે બેસતી નગરપાલિકા કચેરીનું પંદર દિવસ પહેલાં નવા બિલ્ડિંગમાં સ્થળાંતર કરવામાં આવેલ હતું. નવા બિલ્ડિંગનું લોકાર્પણ કર્યા વગર જ પાલિકા કચેરી કાર્યરત થઈ ગયેલ હતી. પાલિકાના સત્તાધિશો દ્વારા ગઈકાલે સવારના ૧૦ કલાકે નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવાનું જાહેર કરેલ હતું પરંતુ લોકાર્પણ અંગે સત્તાધિશો દ્વારા વહીવટી મંજૂરી લેવામાં આવેલ ન હતી જેથી મંજૂરી વગર યોજવામાં આવેલ લોકાર્પણનો કાર્યક્રમ ન યોજાય તે અંગે પાલિકા કચેરીના નવા બિલ્ડિંગમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં અવોલ હતો. લોકાર્પણની જાહેરાત કરનારા જ લોકાર્પણ કરવા સ્થળ ઉપર આવેલા જ ન હોવાથી ભારે ચકચાર સાથે આશ્ર્ચર્ય ફેલાયેલ હતું. ચીફ ઓફિસર એલ.જી. હુણે જણાવેલ હતું કે વહીવટી મંજૂરી મેળવ્યા બાદ લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here