ભાવનગર જિલ્લાની મહિલાઓ માટે ફળ તથા શાકભાજી પરિરક્ષણની તાલીમ યોજાશે

0
186

મહિલાઓને આ તાલીમમા ઘર આંગણે ઉગાડી શકાતાં ફળ, શાકભાજી વિશે માર્ગદર્શન પણ અપાશે

ભાવનગર : બાગાયત ખાતું, ગાંધીનગરની ભાવનગર જીલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી અંતર્ગત કેનીંગ અને કિચન ગાર્ડન વિભાગ દ્વારા વિવિધ ફળો તેમજ શાકભાજીને લાંબા સમય સુધી પરિરક્ષીત કરી તેમાંથી મળતાં ઉપયોગી પોષક્તત્વો દ્વારા મહિલાઓ તેમજ તેમના દ્વારા તેમના કુટુંબીજનોનું સ્વાસ્થ્ય જળવાય તેમજ તાલીમ મેળવી મહિલાઓ સ્વતંત્ર કે ગૃહઉદ્યોગ દ્રારા કેનીંગ(ડબ્બાબંધી) કરી આર્થિક સ્વનિર્ભર બને તે હેતુથી ૧૦૦% મહિલા સશક્તિકરણ અને પોષણ અભિયાનના ભાગરૂપે ફળ તથા શાકભાજીના પરિરક્ષણ માટેની ભાવનગર જિલ્લામા દિન : ૨ની પરિરક્ષક તાલીમ, સરકાર દ્વારા જાહેર કરેલ covid-19ની ગાઇડલાઇનનુ પાલન કરી આયોજન કરવામાં આવશે. જેમાં મહિલાઓને ફળો તેમજ શાકભાજીમાંથી બનતાં વિવિધ શરબત, જામ, જેલી, કેચઅપ, સોસ, વિવિધ પ્રકારનાં અથાણાં જેવી વિવિધ બનાવટો બનાવવાની તાલીમ આપી પ્રમાણપત્ર અને સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.

લાભ લેવા ઈચ્છતા ૧૮ થી ૫૦ વર્ષની ઉમરના બહેનોએ જરૂરી ડોક્યુમેન્ટ્સની નકલ જેમ કે ઓળખનો પુરાવો (આધારકાર્ડ), રહેઠાણનો પુરાવો (રેશન કાર્ડ) અને બેન્ક પાસબુકની નકલ નામ, સરમાના, મોબાઇલ નંબરના ઉલ્લેખ સાથીની અરજી કેનિંગ અને કિચન ગાર્ડન વિભાગ, નાયબ બાગાયત નિયામકની કચેરી, ટેકનીકલ સ્કુલ કંપાઉન્ડ, નવાપરા, ભાવનગર-૩૬૪૦૦૧ના સરનામે મોકલી આપવી અથવા રૂબરૂ સંપર્ક કરવો. મહિલાઓ દ્વારા બહોળો લાભ લેવા ભાવનગર જીલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા જણાવવામાં આવે છે

અહેવાલ- કૌશિક વાજા, ભાવનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here