આકસ્મિક ચકાસણી વખતે ગેરરીતિ જણાતાં દુકાનદારનો સસ્તા અનાજનો પરવાનો કાયમી ધોરણે રદ કરતા જિલ્લા પુરવઠા અધિકારી

0
187

ભાવનગર જિલ્લાના મહુવા શહેરના પ્લોટ નં.૭૬, વિશ્વાસનગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર ખાતેની રાજેન્દ્રસિંહ ભીખુભા ગોહિલ સંચાલિત સસ્તા અનાજની દુકાનની જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા આકસ્મિક તપાસણી કરવામાં આવેલ. તપાસમાં જણાયેલ ગેરરીતિઓ તથા ક્ષતિઓ બદલ કેસ પ્રોસિડિગ્ઝની કાર્યવાહીના અંતે પરવાનેદારનો પરવાનો નં.૨૨/૯૯ જિલ્લા પુરવઠા અધિકારી, ભાવનગર દ્વારા તા.૦૭/૧૧/૨૦૨૦ના હુકમથી કાયમી ધોરણે રદ્દ કરવામાં આવેલ છે.

આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ભાવનગર જિલ્લાનાં તમામ વાજબી ભાવની દુકાનના પરવાનેદારઓને જણાવાયુ છે કે સસ્તા અનાજની દુકાન માટે આપવામાં આવેલ પરવાનાની તેમજ કરારનામાની અને અધિકારપત્રની તમામ શરતોના પાલન સાથે દુકાનનું સંચાલન કરવું તેમજ રાષ્ટ્રિય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને નિયમોનુસાર, નિયમિતપણે મળવાપાત્ર અનાજના જથ્થાનું વિતરણ કોવિડ-૧૯ ની પરિસ્થિતિમાં સોશ્યલ ડિસ્ટન્સીંગના પાલન સાથે કરવું અન્યથા પરવાનો રદ્દ કરવા સુધીની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અહેવાલ- કૌશિક વાજા, ભાવનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here