ભાવનગર જિલ્લા જેલમાંથી પેરોલ જમ્પ કરેલ મર્ડરના કેસનો નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કોડ

0
510

તા.૧૧,ભાવનગર: જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં ગુન્હાના નાસ્તા ફરતા આરોપીઓ તથા જેલ માંથી પેરોલ રજા ઉપર છુટેલ અને હાજર નહી થયેલ આરોપીને પકડી પાડવા માટે સખ્ત સુચના આપેલ.

ભાવનગરના ઘોઘા રોડ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૭૮/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૦૨ વિ. ના કામનો આરોપી સિધ્ધરાજસિંહ ઉર્ફે સુર્યા ધીરૂભાઇ માયડા રહે. પારૂલ સોસાયટી, પ્લોટ નં૫૨/એ, ઘોઘારોડ, ફાતીમા સ્કુલની પાછળ, ભાવનગર વાળાની વિરૂધ્ધમાં સને-૨૦૧૮ માં ગુન્હો નોઘાયેલ અને મજકુરને કૈદી તરીકે ભાવનગર જિલ્લા જેલમાં મોકલી આપવામાં આવેલ હતો અને તે દરમ્યાન મજકુર આરોપીએ પેરોલ રજાની માંગણી કરતા તા.૧૧/૧૨/૨૦૧૯ થી દિન-૦૩ ના વચગાળાના પેરોલ રજા ઉપર ભાવનગર જિલ્લા જેલ માંથી મુકત કરવામાં આવેલ અને તા.૧૫/૧૨/૨૦૧૯ ના રજા પુરી થયે જેલમાં પરત થવાનું હતું પરંતુ મજકુર આરોપી જેલમાં હાજર થયેલ નહી અને ફરાર થઇ ગયેલ.

ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં તથા પેરોલ ફર્લો સ્કોડના માણસોને ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે ભાવનગર જેલનો કાચા કામનો આરોપી સિધ્ધરાજસિંહ ઉર્ફે સુર્યા ધીરૂભાઇ માયડા રહે. પારૂલ સોસાયટી, પ્લોટ નં૫૨/એ, ઘોઘારોડ, ફાતીમા સ્કુલની પાછળ, ભાવનગર વાળો ભાવનગર ઘોઘા સર્કલ પાસે ઉભેલ હોવાની બાતમી મળતા એલ.સી.બી. સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ જઇ પેરોલ રજા ઉપરના આરોપી સિધ્ધરાજસિંહ ઉર્ફે સુર્યા ધીરૂભાઇ માભાવનગર ઘોઘા સર્કલ પાસેથી પકડી લઇ તેની અટકાયત કરી, જરૂરી કાયર્વાહી કરી, ભાવનગર જીલ્લા જેલમાં મોકલી આપવા તજવીજ કરેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર તથા મહિપાલસિંહ ગોહિલ તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા.

(અહેવાલ: કૌશીક વાજા-ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here