સાઉથ કોરિયન કોર્પોરેશને જાહેરાત કરી છે કે પબજી ભારતમાં ફરી આવી રહી છે કંપનીએ કહ્યું હતું કે ભારતીય બજાર માટે તે નવી ગેમ લાવી રહી છે જે ભારત માટે જ બનાવવામાં આવી છે આ વખતે કંપની ચીનની કોઈ પણ કંપની સાથે કોઈ પ્રકારની ભાગીદારી કરશે નહીં. પબજી કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલ સત્તાવાર અખબારી યાદીમાં જણાવાયું છે કે પબજી કોર્પોરેશન અનુસાર ભારતમાં પબજી મોબાઈલ ઇન્ડિયા લોન્ચ કરવામાં આવશે. આ એપ ડેટા સિક્યુરિટીને સારી રીતે ફોલો કરશે
.
પબજી કોર્પોરેશન અનુસાર પબજી મોબાઈલ ઇન્ડિયા ભારત માટે ખાસ તૌર પર તૈયાર કરવામાં આવ્યું છે કંપનીએ એ પણ કહ્યું હતું કે યુઝર્સને ગેમ રમવાનો એક મોકો મળશે.ભારતની પબજી કંપની સૌ કર્મચારીઓને હાયર કરશે તેમજ તેના માટે એક લોકલ ઓફિસ તૈયાર કરશે આ કંપની લોકલ બિઝનેસ સાથે મળીને ગેમિંગ સર્વિસ ચલાવશે.
પબજી કોર્પોરેશનની પેરેન્ટ કંપની એ ભારતમાં સો મિલિયન ડોલર રોકાણ કરવાનું એલાન કર્યું હતું આ રોકાણ લોકોએ ગેમ્સ ઇન્ટરનેટ અને આઇટી ઇન્ડસ્ટ્રીમાં કરવામાં આવશે.