કોંગ્રેસના વોર્ડ નંબર 18ના મહિલા કોર્પોરેટરના પતિ તગડું વ્યાજ લઈ ફ્લેટ પડાવી લેવા અને દેહવ્યાપારનો ધંધો કરાવતા હોવાની ફરિયાદ નોંધાઈ, અટકાયત

0
553
  • આરોપીનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડની કાર્યવાહી કરાશે

રાજકોટ કોંગ્રેસના વોર્ડ નંબર 18ના મહિલા કોર્પોરેટરના પતિ મયુરસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાઈ છે. ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપીને ફ્લેટ પર કબજો મેળવ્યાની અને દેહવ્યાપારનો ધંધો કરાવતા હોવાની ફરિયાદ નોંધાઈ છે. હાલ પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.હાલ પોલીસે મયુરસિંહની અટકાયત કરી છે. આજે આરોપીનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આરોપી સામે અગાઉ પણ 15 જેટલા ગુના નોંધાયા છે.

મયુરસિંહ જાડેજાનું નામ દેહવ્યાપારનો ધંધો કરવામાં સામે આવતા ખળભળાટ મચી ગયો
રાજકોટના વોર્ડ નંબર-18ના મહિલા કોર્પોરેટરના પતિ મયુરસિંહ સતુભા જાડેજાનું નામ દેહવ્યાપારનો ધંધો કરવામાં સામે આવતા ખળભળાટ મચી ગયો છે. એ ડિવિઝન પોલીસે મયુરસિંહ જાડેજા સામે પોલીસ ફરિયાદ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ સિવાય તેમની સામે ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપીને ફ્લેટ પર કબજો મેળવ્યાની ફરિયાદ નોંધાઇ છે.

IPC કલમ 386, 506 (2) હેઠળ ગુનો નોંધાયો
મળતી મુજબ પાન મસાલાનો વેપાર કરતા જતીનભાઈ પ્રમોદભાઈ શેઠએ ફરિયાદ કરી હતી કે, તેમણે મયુરસિંહ સતુભા જાડેજા પાસેથી પાંચ લાખ રૂપિયા માસિક પાંચ ટકાના વ્યાજે લીધા હતા. જે રૂપિયા પરત આપવા માટે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જતીનભાઈ પંચનાથ પ્લોટ વિસ્તારમાં આવેલા પોતાના મોટાબાપુના ફ્લેટની દેખરેખ રાખતા હોય અને તે ફ્લેટની ચાવી તેમની પાસે હોવાની જાણ મયુરસિંહને થતા તેમણે રૂપિયા પરત ન આપે ત્યાં સુધી ફરીયાદી પાસેથી ફલેટની ચાવી બળજબરીથી લઇ ફલેટમાં કબજો કરી લીધો હતો. જે અંગે ડી.સી.બી. પોલીસ મથક ખાતે IPC કલમ 386, 506 (2) અને ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ 2011ની કલમ 5,40,42 મુજબ ગુનો દાખલ કરી મયુરસિંહની અટકાયત કરવામાં આવી હતી.

ફ્લેટમાં કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હતી કે કેમ? તે દિશામાં તપાસ તેજ
ફરિયાદમાં જતિનભાઈ શેઠે જણાવ્યું હતું કે, તે ફલેટ પર આંટો મારવા ગયા હતા. ત્યારે તેમને ધ્યાનમાં આવ્યું હતું કે ત્યાં ચાર હિન્દી ભાષી યુવતીઓ રહે છે. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ વી.કે. ગઢવી અને તેમની ટીમ થતા એ ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેટ ખાતે તપાસ કરતા ચાર યુવતીઓ મળી આવી હતી. જેથી ફ્લેટમાં કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હતી કે કેમ? તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી
કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. કોંગ્રેસ આગેવાન મયુરસિંહ જાડેજાનું નામ દેહવ્યાપારનો ધંધો કરાવવામાં પણ નામ ખુલ્યું છે. જેથી મયુરસિંહ વિરૂદ્ધ વધુ એક ગુનો નોંધાયો છે. મયુરસિંહ જાડેજા રાજકોટના વોર્ડ નંબર 18ના કોર્પોરેટર અને કોંગ્રેસના આગેવાનના પતિ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here