રાજકોટમાં 24 કલાકમાં 7ના મોત, કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 9851 પર પહોંચી, 632 દર્દી સારવાર હેઠળ

0
111
  • રાજકોટમાં બુધવારે 68 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 7 દર્દીના કોરોનાથી મોત થયા છે. જ્યારે શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 9800ને પાર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 632 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં રવિવારે 62 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

દિવાળી બાદ કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં દિવાળીના તહેવાર બાદ કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં અચાનક વધારો થયો છે. આ સાથે જ મૃત્યુ આંકની સંખ્યામાં પણ વધારો થયો છે. જે ખુબજ ચિંતાનો વિષય છે. આમ કોરોનાના કેસ ફરી વધી રહ્યાં હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે.

કલેક્ટરે લોકોને માસ્ક પહેરવા અને સાવચેત રહેવા અપીલ કરી
રાજકોટમાં કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી કલેક્ટર રેમ્યા મોહને સ્થિતિની સમીક્ષા કરી હતી. જેમાં ડોક્ટરોને પોતાના વિસ્તારમાં ખાસ મોનિટરિંગ કરવા આદેશ આપવામાં આવ્યો છે. સમરસ હોસ્ટેલમાં થોડા દિવસ પહેલા બંધ કરવામાં આવેલું ઓક્સિજન કોવિડ સેન્ટર જરૂર પડ્યે ફરી શરૂ કરવામાં આવશે. લોકો ટેસ્ટિંગ માટે વધુ આવી રહ્યા છે. કલેક્ટરે લોકોને માસ્ક પહેરવા અને સાવચેત રહેવા અપીલ કરી છે. આવતા દિવસોમાં શિક્ષણાધિકારી સાથે પણ બેઠક કરવામાં આવશે. ગામડાઓમાં પણ કોરોના કેસની સંખ્યામાં વધારો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here