રાજકોટના રેસકોર્ષ પાર્કમાંથી ઇન્કમટેક્સ વિભાગના ચાર કર્મચારીઓ નશાની હાલતમાં ઝડપાયા

0
192

દિવાળીના તહેવારો દરમિયાન દારૂની રેલમ-છેલમ જોવા મળતા પોલીસે અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે દારૂની પાર્ટી કરી ‘ડમડમ’ થયેલા રાજકોટ ઇન્કમટેક્સ વિભાગની કચેરીના ચાર કર્મચારીઓને પણ પોલીસે દબોચી લીધા હતા.

પોલીસે બાતમીને આધારે કરી કાર્યવાહી
મળતી વિગત મુજબ ગઈકાલે મોડી રાત્રે રાજકોટ પોલીસ કન્ટ્રોલ રૂમમાં કોઈએ જાણ કરી હતી કે, રેસકોર્ષ પાર્ક શેરી નં.2માં ફ્લેટ નં. 27/103 માં કેટલાક શખ્સો નશો કરી રહ્યા છે. જેને આધારે કન્ટ્રોલ રૂમમાંથી પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે બાતમી આધારે ઘટનાસ્થળે દરોડા પાડતા 4 અધિકારીઓને દારૂ પીતા ઝડપી પાડ્યા હતા. હાલ આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here