જામનગર-ખંભાળિયા હાઈવે પર આવેલા પુલ પરથી 20 ફૂટ નીચે નદીમાં કાર ખાબકી, સાળા-બનેવીની નજર સામે જ બંનેની પત્નીના મોત

0
471
  • ઈજાગ્રસ્ત ત્રણેયને સારવાર માટે જામગનરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં

જામનગર-ખંભાળિયા હાઈવે પર આજે વહેલી સવારે અકસ્માત થતાં 2 મહિલાના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 3 લોકોને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. જામનગર-ખંભાળિયા વચ્ચે મોડપર-ખાટિયા પાટિયા પાસે કાર પુલ પરથી 20 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી. અકસ્માતનો ભોગ બનેલો પરિવાર દ્વારકા જિલ્લાનો આહીર પરિવાર હોવાનું સામે આવ્યું છે. અને આસોટા ગામના પરિવારના સભ્યો જામનગરમાં રહેતા સંબંધીને ત્યાં મકાનના વાસ્તામાં આવતા હતા. ત્યારે કાર પુલ પરથી 20 ફૂટ નીચે ખાબકતા બનેવી અને સાળાની નજર સામે જ બંનેની પત્નીના મોત થયા હતા.

ત્રણેય ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યાં
મળતી માહિતી મુજબ જામનગર-ખંભાળિયા વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા ખાટિયા પાટિયાથી મોડપર ગામના પાટિયા પાસે કાર મોટા પુલ પરથી નીચે ખાબકી હતી. 20 ફૂટથી પણ વધુ ઉંચાઈએથી નીચે ખાબકેલી કારમાં 5 લોકો સવાર હતા. જેમાં 2 મહિલાઓને માથાના ભાગે ગંભીર ઈજા થતાં બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે કારચાલક સહિત 3 પુરુષને ગંભીર ઈજા થતાં સારવાર માટે જામગનર ખસેડવામાં આવ્યાં છે.

ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે ખસેડાયા

ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે ખસેડાયા

ઈજાગ્રસ્તોના નામ

  • નારણભાઇ પરબતભાઇ કરંગિયા, ઉંમર વર્ષ -40
  • સુમિત ભાઈ નારણભાઇ કરંગિયા, ઉંમર વર્ષ- 15

સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્તોનું રેસ્ક્યુ કરી કારમાંથી બહાર કાઢ્યા
ઘટનાની જાણ થતાં મેઘપર પોલીસ અને 108ની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસ અને 108ની ટીમ સ્થળ પર પહોંચે તે પહેલા જ સ્થાનિક લોકોએ ઘાયલ લોકો અને મૃતકોને રેસ્ક્યુ કરી કારમાંથી બહાર કાઢી લીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here