CBI એ તપાસ માટે રાજ્યની પરવાનગી લેવી જરૂરી, સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

0
128

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન(CBI)ના અધિકાર ક્ષેત્રના સંબંધમાં સતત સવાલ ઉઠતા રહ્યાં છે. મોટા ભાગે એક સવાલ સર્જાય છે કે શું તપાસ માટે CBI એ સંબંધિત રાજ્યોની અનુમતિ લેવી જરૂરી છે ? આજે સુપ્રીમ કોર્ટે આ મામલામાં મોટો ચુકાદો આપ્યો છે. જેમાં CBI એ તપાસ માટે સંબંધિત રાજ્યોની પરવાનગી લેવી જરૂરી છે.

સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કરી સ્પષ્ટતા
એક ચુદામાં સુપ્રીમ કોર્ટ ગુરવારે આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે આ પ્રાવધાન બંધારણના સંધીય ચરિત્રને અનુરૂપ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દિલ્હી વિશેષ પોલીસ સ્થાપના અધિનિયમ, જેમાં શક્તિઓ અને અધિકાર ક્ષેત્ર માટે CBI માટે રાજ્ય સરકારની પરવાનગીની આવશ્યકતા છે. આ પ્રાવધાન સંવિધાનના સંધીય ચરિત્રને અનુરૂપ છે.

મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં જ એક આદેશ આપ્યો
તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકારે એક આદેશ જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે રાજ્યમાં તપાસ કરવા માટે CBIને આપવામાં આવેલી પરવાનગી પરત લેવામાં આવે છે. જોકે મહારાષ્ટ્ર સરકાર દ્વારા તપાસની પરવાનગી પરત લેવાના કારણે હાલ ચાલી રહેલી તપાસ પર કોઈ અસર પડશે નહિ. ભવિષ્યમાં CBI મહારાષ્ટ્રમાં કોઈ નવા મામલાની તપાસ કરવા માંગશે તો તેણે રાજ્ય સરકારની પરવાનગી લેવી પડશે પરંતુ કોર્ટ તરફથી તપાસ માટેનો આદેશ આપવામાં આવ્યો હશે તો પરવાનગીની જરૂર પડશે નહિ.

શું કહે છે નિયમ
CBI દિલ્હી વિશેષ પોલીસ સ્થાપના અધિનિયમ, 1946 દ્વારા શાસિત હોય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે CBIને તપાસ કરતા પહેલા સંબંધિત રાજ્ય સરકારની પરવાનગી લેવી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here