રાજુલાના ગોવિંદડીના 3 અને ખાખબાઈ ગામના 2 મૃતકોની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા, પાંચેય મૃતકની અંતિમ વિધિ કરાય

0
120
  • આઇશર અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં 11 લોકોના મોત થયા હતા

ગઈકાલે વડોદરા નેશનલ હાઇવે ઉપર વાઘોડિયા ચોકડી બ્રિજ પર વહેલી સવારે 4 વાગ્યે સુરતથી પાવાગઢ દર્શને જઈ રહેલા આઇશર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 11 લોકોના મોત થયા હતા. 11 પૈકી 5 મૃતકો રાજુલા તાલુકાના હતા. જેથી આજે સવારે રાજુલાના ગોવિંદડીના 3 અને ખાખબાઈ ગામના 2 મૃતકોની લાશ પહોંચી હતી. પાંચેય મૃતકોની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને અંતિમ વિધિ કરવામાં આવી હતી.

વડોદરા: વાઘોડિયા ચોકડી બ્રિજ પર અકસ્માત, 11નાં મોત, 16 ગંભીર
વડોદરા નેશનલ હાઇવે ઉપર વાઘોડિયા ચોકડી બ્રિજ પર વહેલી સવારે 4 વાગે સુરતથી પાવાગઢ દર્શને જઈ રહેલા આઇશર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં આઇશર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો. આ ઘટનામાં 15 લોકો ફસાઇ ગયા હતા. તમામને ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં 11 લોકોનાં મોત નીપજ્યાં હતા, જ્યારે 16 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. હાઇવે ઉપર ટ્રાફિકજામ થઇ ગયો હતો.

મૂળ રાજુલાનો રહેવાસી જીંજાલા પરિવાર 20થી વધુ વર્ષથી સુરતમાં રહેતો હતો
ઇજાગ્રસ્ત અને મૃતકના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે આ લોકો મૂળ વતન રાજુલાની આસપાસનાં ગામોના વતની હતા. છેલ્લાં 20થી વધુ વર્ષથી સુરતમાં રહેતા હતા. તેઓ સુરતના પુણા ગામ પાસે આવેલી આશાનગરમાં રહેતા હતા. હીરા ઉદ્યોગમાં નોકરી કરતા હતા. રાત્રે 11 વાગ્યે નીકળ્યા હતા અને પાવાગઢ દર્શન કરીને ડાકોર દર્શન કરવા જવાના હતા. જોકે પાવાગઢ પહોંચે એ પહેલાં જ અકસ્માત થયો હતો. રાત્રે વડોદરા પાસે અકસ્માત થયો હતો, જેમાં 11 લોકોનાં મૃત્યુ થતાં સુરતના પુણા ગામમાં રહેતા પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મૃતકોમાં 5 મહિલા, 4 પુરુષ અને 2 બાળક સામેલ
અકસ્માતની ઘટના બનતાં સમગ્ર નેશનલ હાઈવે પર ટ્રાફિમજામની સ્થિતિ ઊભી થઈ હતી. અકસ્માત બાદ પોલીસ તેમજ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં અને વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢી સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. વડોદરાની સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ રંજન ઐયરે જણાવ્યું હતું કે અકસ્માતમાં ઘટનાસ્થળે 9 લોકોનાં મોત થયાં હતાં અને 2 લોકોનાં સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયાં હતાં. આમ, અકસ્માતમાં કુલ 11 લોકોનાં મોત નીપજ્યાં હતા, જેમાં 5 મહિલા, 4 પુરુષ અને 2 બાળક સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here