આજે દિવાળી વેકેશનનો છેલ્લો દિવસ: કાલથી શિક્ષકો અને સોમવારથી વિદ્યાર્થીઓ સ્કૂલમાં

0
145

દિવાળી વેકેશન બાદ આવતીકાલથી ફરી એકવાર સ્કૂલો શરૂ થઇ રહી છે. આજે સત્તાવાર દિવાળી વેકેશનનો અંતિમ દિવસ છે. કાલથી શાળામાં શિક્ષકોએ હાજર થવાનું રહેશે. રાજ્યની સ્કૂલોમાં ૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કર્યું હતું. સરકાર દ્વારા શિક્ષકોને ૨૯ ઓક્ટોબરથી ૧૮ નવેમ્બર સુધી દિવાળી વેકેશન આપ્યું હતું. ત્યારે દિવાળી વેકેશન પૂર્ણ થતાં ફરી એકવાર બાળકોના ઓનલાઇન ક્લાસ પણ શરૂ થશે. કોરોના મહામારી શરૂ થઇ ત્યારથી અત્યાર સુધી બાળકો સ્કૂલોમાં જઈ અગાઉની જેમ અભ્યાસ કરી શક્યા નથી. ત્યારે સરકારના નિર્ણય મુજબ ૨૩ નવેમ્બરથી ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખુલશે. એવામાં તમામ તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવશે. જો કે, કોરોનાના કેસમાં વધારો નોંધાતા સ્કૂલો ઓફલાઇન શરૂ કરવા મામલે વાલીઓ હાલ રાહ જોવાના મૂળમાં છે. ત્યારે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખોલવાનો નિર્ણય હજૂ થોડો મોડો કરે તેવી વાલીઓની માંગ છે.


જો કે, ૨૩ નવેમ્બરથી ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ તેમજ સ્કૂલો શરૂ કરવા મામલે સરકાર દ્વારા કેટલીક ચોક્કસ ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. સોમવાર, બુધવાર અને શુક્રવારે જ ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવી શકાશે. મંગળવાર, ગુરુવાર અને શનિવારે જ ધોરણ ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવી શકાશે. જે વિદ્યાર્થી સ્કૂલમાં આવે તેની પાસેથી વાલી તરફથી લેખિતમાં સંમતિપત્ર લેવાનું રહેશે. જે વિદ્યાર્થી કલાસમાંના જોડાય તેમના માટે ઓનલાઈન કલાસ ફરજીયાત ચલાવવાના રહેશે. કોઈપણ સંક્રમિત અથવા લક્ષણ ધરાવતા વિદ્યાર્થી કે કર્મચારી સ્કૂલમાં ના પ્રવેશે તેની જવાબદારી સત્તાધિકારીએ લેવાની રહેશે. કન્ટેઇનમેન્ટ ઝોનની શાળા ખુલશે નહીં, કે આ વિસ્તારમાંથી વિદ્યાર્થી કે કર્મચારી સ્કૂલે આવી પણ શકશે નહીં. આ ઉપરાંત વિદ્યાર્થીઓ તેમજ તમામ કર્મચારીઓએ ફેસ માસ્ક ફરજિયાત પહેરવાના રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here