દિવાળીના 5 દિવસ કરોડોની કમાણી કરતા થિયેટર સંચાલકો નિરાશ, 2 મહિનાથી થિયેટર ખુલ્યાં છતાં માંડ 10 પ્રેક્ષકો આવે છે

0
77
  • કોરોનાનો ભય તેમજ કોઇ નવી ફિલ્મ રિલીઝ ન થતા પ્રેક્ષકોની સંખ્યા 10 ટકાથી ઓછી
  • સતત મંદીના કારણે થિયેટરના સ્ટાફને અડધો કરવો પડ્યો, કેટલાકનો 50 ટકા પગાર કપાયો

કોરોના મહામારીને પગલે 2020નું વર્ષ સમગ્ર વિશ્વ હચમચાવી રહ્યું છે. મોટાભાગના વેપાર-ધંધા ઠપ પડી ગયા છે. કોરોના કહેરની સૌથી મોટી અસર સામાન્ય માણસોમાં જોવા મળી હતી. છેલ્લા 8 મહિલામાં કોઇએ નોકરી તો કોઈને પોતાનો વેપાર બંધ અથવા બદલવાની ફરજ પડી છે. આમાં એક ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ પણ સામેલ છે. માર્ચ મહિનાથી ગુજરાત સહિત દેશના તમામ થિયેટર બંધ છે. જેના કારણે સંચાલકોને ભારે નુકસાન ભોગવવું પડ્યું છે. કેટલાક થિયેટરમાં તો સ્ટાફ ઓછો કરવાની ફરજ પડી હતી. દિવાળીના 5 દિવસમાં થિયેટરોમાં પ્રેક્ષકોની ભારે ભીડ જામતી હોય છે. આ 5 દિવસમાં થિયેટરના સંચાલકો કરોડો રૂપિયાની કમાણી કરી લે છે. પરંતુ આ વર્ષે થિયેટર ખુલ્યાને 2 મહિનાથી વધુ સમય થઈ ગયા બાદ પણ માંડ દશેક લોકો ફિલ્મ જોવા આવે છે. જ્યારે કેટલાક થિયેટરો તો હજુ ખુલ્યા પણ નથી.

થિયેટર શરૂ થયાના પહેલા દિવસે વડોદરામાં મલ્ટિપ્લેક્સમાં 2 પ્રેક્ષક જોવા મળ્યા હતા

થિયેટર શરૂ થયાના પહેલા દિવસે વડોદરામાં મલ્ટિપ્લેક્સમાં 2 પ્રેક્ષક જોવા મળ્યા હતા

ગુજરાતના 4 મોટા શહેરોના થિયેટરો પર કોરોનાનું ગ્રહણ
દિવાળી સમયે મોટા બેનરોની ફિલ્મો રિલીઝ થાય છે. જેના કારણે થિયેટરોમાં ફિલ્મ જોવા આવનારીની ભીડ વધુ હોય છે. કેટલાક લોકો તો 5 દિવસ એડવાન્સ ટિકિટો બુક કરાવી લે છે. ત્યારે આ વર્ષે રાજ્યના અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોના પણ તમામ થિયેટરો પર કોરોના વાઈરસનું ગ્રહણ લાગી ગયું છે. સંક્રમણનો ડર તેમજ કોઇ નવી ફિલ્મો રિલીઝ ન થતી હોવાથી ફિલ્મ જોવા આવનારની સંખ્યા પણ ગણતરીની હોય છે. જેમા સંચાલકો પોતાના સ્ટાફનો પગાર પણ ચુકવી શકતા નથી. ત્યારે કેટલાક સંચાલકોએ જ્યાં સુધી નવી ફિલ્મ કે કોરોનાની સ્થિતિમાં સુધારો ન આવે ત્યાં સુધી થિયેટરો બંધ રાખવાનું નક્કી કર્યું છે.

સિનેમા હોલ માલિક 50% દર્શકો સાથે થિયેટર શરૂ કરવા માટે રાજી થઈ ગયા હતા

સિનેમા હોલ માલિક 50% દર્શકો સાથે થિયેટર શરૂ કરવા માટે રાજી થઈ ગયા હતા

થિયેટરમાં 50 ટકા પ્રેક્ષક આવી શકે, પરંતુ 10 ટકા પણ આવ્યાં નથી
થિયેટર શરૂ કરનાર સંચાલકોએ સરકારી ગાઈડ લાઈનનું પાલન કરવું જરૂરી છે. જેમ કે, થિયેટરમાં માત્ર 50 ટકા જ પ્રેક્ષકો બેસી શકે છે. તેમજ એક શો પૂર્ણ થયા બાદ 30 મિનિટથી એક કલાકનો બ્રેક રાખી તમામ થિયેટરને સેનિટાઈઝ કરવાનું રહે છે. સાથે જ ફિલ્મ જોવા આવતા પ્રેક્ષકોને પણ ફરજિયાત માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે. જો નિયમનો ભંગ થાય તો થિયેટર બંધ થવાનો પણ ડર સંચાલકોને હેરાન કરી રહ્યો છે. સંચાલકોની સાથે થિયેટરમાં નોકરી કરતા સ્ટાફને પણ આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. કેટલાક થિયેટરોમાં 50 ટકા સ્ટાફને કાઢી નાખવામાં આવ્યો છે જ્યારે જે લોકો છે તેઓના પગારમાં પણ 30થી 40 ટકા કપાત થાય છે.

દિવાળીમાં પણ માંડ 10 લોકો ફિલ્મ જોવા આવ્યાં
સરકાર દ્વારા થિયેટર શરૂ કરવાની મંજૂરી મળ્યા બાદ સંચાલકોને આશા હતી કે, 8 મહિનાનું નુકસાન દિવાળીના તહેવારોમાં સરભર થઈ જશે. પરંતુ સંચાલકોની આશા નિરાશામાં ફરી ગઈ છે. દિવાળીના તહેવારોમાં કેટલાક થિયેટરોમાં તો 10 પ્રેક્ષકો પણ માંડ જોવા મળ્ય હતા. ત્યાર આટલા પ્રેક્ષકો માટે શો શરૂ કરવામાં પણ નુકસાન છે. જ કોઇ મોટાભાગ બેનરની ફિલ્મ રિલીઝ થઈ હોત તો પ્રેક્ષકોની સંખ્યામાં વધારો નોંધાયો હોત. પરંતુ ફિલ્મ ફ્લોપ જવાના ડરથી હાલમાં મોટા બેનરોની ફિલ્મોની તારીખો આગળ ધકેલી દેવામાં આવી છે. હવે ડિસેમ્બરમાં કોઇ ફિલ્મ રિલીઝ થાય તો સંચાલકોને રાહત મળે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here