ઉના, તા.૧૧ : ઉના શહેરમાં નગરપાલીકા ભવન પાસે દિવ પાસીંગ ડીડી૦૨ ૫૦૮૩ એમ્બ્યુલન્સ ઉભી હતી ત્યારે ડી.સ્ટાફના પોલીસ ભીખુશા બચુશા ત્થા સ્ટાફને શંકા જતા એમ્બ્યુલન્સમાં બેઠેલ યજ્ઞેશ રાજેશભાઈ સોલંકી ઉ.વ.૩૧ ની પુછપરછ કરતા એમ્બ્યુલન્સમાં રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ ૬ નંગ ત્થા બીયર ટીન ૮ નંગની પરમીટ માંગતા ન બતાવતા રૂા.૩૭૦૦ ના મુદામાલ સાથે પકડી ઉના પોલીસ સ્ટેશન લઈ ધરપકડ કરી હતી હવે દિવથી ઉના દદર્ીની સાથે દારૂ પણ લવાતો હોય પોલીસ સર્તક બની છે.
(અહેવાલ: મણીભાઈ ચાંદોરા- દીવ)
