રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલા મકાનમાંથી 10 લાખ રોકડા અને 29 તોલા સોનાની ચોરી, CCTVના આધારે તપાસ શરૂ

0
155
  • રાજકોટ પોલીસે ચોરીના બનાવ મામલે તપાસ હાથ ધરી

રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલા એક મકાનમાંથી 10 લાખ રૂપિયા રોકડા અને 29 તોલાના સોનાના ઘરેણાંની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. હાલ તો પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે CCTVમાં એક શખ્સ મોઢે અને હાથમાં રૂમાલ બાંધીને ઘરમાં ઘુસતો કેદ થયો હતો.

CCTVના આધારે પોલીસ તપાસ તેજ
રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ રામકૃષ્ણનગર શેરી નંબર 13માં રહેતા જીતુભાઈ પરસાણાને ત્યાં ચોરીની ઘટના બની છે. દિવાળાના તહેવામાં એક જ દિવસ માટે બહાર ગયેલા વેપારીના ઘરમાં તસ્કરોએ 10 લાખ રોકડા અને 29 તોલા જેટલા સોનાના દાગીનાની ચોરી કરી છે. ઘટનાની જાણ થતાં જ જીતુભાઈએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને CCTVના આધારે તપાસ હાથ ધરી છે.

એક શખ્સ મોઢે અને હાથમાં રૂમાલ બાંધીને ઘરમાં ઘુસતો CCTVમાં કેદ થયો
સમગ્ર મામલે મકાનમાલિક જીતુભાઈ પરસાણાએ જણાવ્યું હતું કે અમે ગત 17 તારીખે સાંજે ઘરને તાળા મારીને અમદાવાદ ગયા હતા. ત્યારે ગત મોડી રાત્રે પરત આવ્યા ત્યારે ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. જેથી પોલીસને જાણ કરી હતી. CCTV મુજબ એક શખ્સ મોઢે અને હાથમાં રૂમાલ બાંધીને ઘરમાં ઘુસતો CCTVમાં કેદ થયો હતો. જેથી તેના આધારે પોલીસ તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here