વિધાનસભાની પેટાચૂંટણીમાં જીતેલા 8 ધારાસભ્યોને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વિજયમૂર્હુતમાં શપથ લેવડાવ્યા

0
72

વિધાનસભા અધ્યક્ષે રાજ્યની 8 બેઠકોની પેટાચૂંટણીમાં જીતેલા ધારાસભ્યોને હોદ્દાના શપથ લેવડાવ્યા

  • મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિ
  • રાજ્ય મંત્રી મંડળના સભ્યોની ખાસ ઉપસ્થિતિ

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો ની તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં વિજયી થયેલા ભાજપના આઠ નવ નિર્વાચિત ધારાસભ્યોની શપથ વિધિ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાઇ હતી ગુજરાત વિધાન સભા ખાતે યોજાયેલી આ શપથવિધિમાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ નવા ચૂંટાયેલા આઠ ધારાસભ્યોને વિજયમૂર્હુતમાં હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યોને અભિનંદન આપીને શુભેચ્છાઓ પાઠવી હતી.

વિજય મુહૂર્તમાં આઠેઆઠ ધારાસભ્યોની શપથવિધિ યોજાઈ હતી

વિજય મુહૂર્તમાં આઠેઆઠ ધારાસભ્યોની શપથવિધિ યોજાઈ હતી

શપથવિધિમાં નાયબ મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ હાજર રહ્યા
નોંધનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત વિધાનસભામાં 111 બેઠકોના અંક ઉપર પહોંચી છે. આ શપથવિધિ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સંસદીય બાબતોના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, દંડક, મંત્રીમંડળના સભ્યો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શપથવિધિ બાદ વિજય મુદ્રામાં શપથ લેનારા ધારાસભ્યો અને મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ

શપથવિધિ બાદ વિજય મુદ્રામાં શપથ લેનારા ધારાસભ્યો અને મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ

પેટાચૂંટણીમાં આઠેઆઠ બેઠકો પર ભાજપની જીત
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલી આઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ આઠ બેઠકો જીતીને વિજયપતાકા લહેરાવી છે. જેમાં અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, ધારીમાંથી જે. વી. કાકડીયા, કરજણમાંથી અક્ષય પટેલ, ગઢડામાંથી આત્મારામ પરમાર, કપરાડામાંથી જીતુ ચૌધરી, ડાંગમાંથી વિજય પટેલ તેમજ લિંબડીમાંથી કિરીટસિંહ રાણાનો વિજય થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here