અમદાવાદમાં હોસ્પિટલની રિસેપ્શનિસ્ટને ઇન્સ્ટાગ્રામ પર અશ્લીલ ફોટા મોકલી અનૈતિક માગણી કરી

0
71
  • ફેક આઈડી બનાવી યુવતીને રોજ ન્યૂડ ફોટો મોકલતા રોમિયો સામે સાયબર ક્રાઇમે ગુનો નોંધ્યો

સોશિયલ મીડિયા એકાઉન્ટ ઘણી વખત મુશ્કેલ સાબિત થાય છે અને કેટલાક માનસિક વિકૃત લોકો યુવતીઓને પોતાનો શિકાર બનાવવા માટે આ ફેક એકાઉન્ટ બનાવી પરેશાન કરી મૂકે છે. આવોજ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. જેમાં હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી યુવતીને એક યુવકે ફેક આઈડી બનાવીને રિકવેસ્ટ મોકલી હતી. ત્યારબાદ તેને રોજ નગ્ન ફોટા મોકલીને શારીરિક માગણી કરતો હતો. આ અંગે હાલ યુવતીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના પોષ વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી નેહા (નામ બદલ્યુ છે ) પોતાનું ઇન્સ્ટાગ્રામ આઈડી ઘણા વર્ષોથી ઉપયોગ કરે છે.આ આઈડી પર અન્ય મિત્રો પણ છે. એક દિવસ તેને હોસ્પિટલમાં કામ કરતા યુવકના નામથી રિકવેસ્ટ આવી હતી. જેથી તેને આ રિકવેસ્ટ પહેલાતો સ્વીકારી લીધી, પણ ધીમે ધીમે આ આઈડી પરથી નેહાને રોજ અલગ અલગ મેસેજ આવવા લાગ્યા હતા અને પછી આ મેસેજ નગ્નતામાં બદલાવ લાગ્યા.

મેસેજ કરનાર વ્યક્તિ રોજ નગ્ન ફોટો અને અશ્લીલ મેસેજ કરતો હતો. તેમજ નેહા પાસે શારીરિક સંબંધની માંગણી કરતો હતો. જેથી નેહાએ એ યુવકને પૂછ્યું કે, કેમ મને મેસેજ કરે છે એટલે યુવકે કહ્યું, મેં કોઈ મેસેજ તને નથી કર્યો અને કોઈ રિકવેસ્ટ પણ નથી મોકલી. જેથી આ અંગે નેહાએ સાયબર ક્રાઈમ વિભાગને જાણ કરી હતી. હાલ સાયબર ક્રાઇમે ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવીને નેહાને પરેશાન કરતા રોમિયોને પકડવા માટે પ્રયાસ શરૂ કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here