ભારે ઘટાડા સાથે બજાર બંધ, સેન્સેક્સ ૫૮૦ પોઇન્ટ તૂટ્યો

0
69

આજે ગુરુવારે શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ રહી હતી.  બોમ્બે સ્ટોક એક્સચેંજનો ઈન્ડેક્સ સેન્સેક્સ ૫૮૦.૦૯ પોઇન્ટ ઘટીને ૪૩,૫૯૯.૯૬ પર અને નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૧૬૬.૫૫ પોઇન્ટના ઘટાડા સાથે ૧૨,૭૭૧.૭૦ પર બંધ રહ્યો છે. આજે વહેલી સવારે ભારતીય શેરબજારની શારૂઆત ઘટાડા સાથે શરુ થઇ હતી.પરંતુ ટૂંક સમયમાં રિકવરી આવતા સેન્સેક્સ અને નિફ્ટી બંને નવી ઉંચાઇને સ્પર્શવા લાગ્યા. સેન્સેક્સ, ૪૪,૨૨૩ પર પહોંચ્યો.

વિદેશી બજારોના ઉત્સાહવર્ધક સંકેતો ના મળવાને કારણે, સ્થાનિક શેરબજારમાં શરૂઆતમાં ઉતાર ચઢાવ રહ્યા સત્રના પ્રારંભે સેન્સેક્સ ૩૫૦ અંકથી વધુ તુટ્યો નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) નિફ્ટી, ૫૦ શેરો પર આધારિત મુખ્ય સંવેદી સૂચકાંક, અગાઉના સત્રની સરખામણીએ ૯૮.૭૫ પોઇન્ટ એટલે કે ૦.૭૫ ટકાની નબળાઈ સાથે ખુલ્યો હતો, પરંતુ ટૂંક સમયમાં તે વધીને ૧૨,૯૫૯.૯૦ પર પહોંચી ગયો હતો જ્યારે શરૂઆતી દોર દરમિયાન નિફ્ટી  ૧૨,૮૩૫.૬૦ પર બંધ રહ્યો હતો.

બજારના નિષ્ણાતોના મતે, યુ.એસ. માં કોરોના વાયરસના પ્રકોપ પર પ્રતિબંધોની અસર વોલ સ્ટ્રીટ પર છેલ્લા સત્રમાં જોવા મળી હતી અને યુ.એસ.ના બજારમાં ઘટાડો થયો હતો, જેના કારણે એશિયાના અન્ય બજારોમાં કમજોરી આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here