કાપડના બે વેપારીઓએ અન્ય વેપારીના ત્યાં કામ કરતી 21 વર્ષની યુવતી પર બળાત્કાર ગુજાર્યો

0
238
  • પીડિત યુવતીની ફરિયાદના આધારે મહિલા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી
  • હાલમાં આ કેસમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે

રાજ્યમાં બળાત્કારની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદના સરસપુર વિસ્તારમાં દુકાનમાં નોકરી કરતી યુવતી પર બે કાપડના વેપારીઓએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બની છે. પીડિત યુવતીએ પૂર્વ ઝોનમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ગુનો નોંધી બંને વેપારીની ધરપકડ કરી હતી. હાલમાં આ કેસની વધુ તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવી છે.

આરોપીઓ કાપડના વેપારી છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં સરસપુર વિસ્તારમાં રહેતી 21 વર્ષની યુવતી ગોમતીપુર વિસ્તારમાં રેડિમેડ કપડાંની દુકાનમાં નોકરી કરતી હતી. 28 ઓક્ટોબરના રોજ દુકાનમાં બે માણસો આવ્યાં હતાં. જેઓ યુવતીના શેઠ પાસે ઉઘરાણી કરતાં હતાં. જેથી તેના શેઠે ઉઘરાણી લઈને આવું એમ કહીને દુકાનમાંથી રવાના થઈ ગયાં હતાં. આ યુવતીને દુકાનમાં આવેલા બે માણસોએ નોકરી છોડીને વધુ પગાર આપવાની વાત કરી અને 5 હજાર આપીને જતા રહ્યાં હતાં. યુવતીએ આ માણસો અંગે શેઠને વાત કરી અને નામ પૂછતાં રાજકુમાર બુદરાણી અને સુશિલ બજાજ હોવાનું કહ્યું હતું. આ બંને જણા અમદુપુરા ખાતે સફલ4માં કાપડનો વેપાર કરે છે એમ યુવતીને તેના શેઠે કહ્યું હતું.

ઓફિસની પાછળની રૂમમાં બળજબરી પૂર્વક દુષ્કર્મ કર્યું
1 નવેમ્બરના રોજ બંને જણા દુકાને આવ્યાં ત્યારે યુવતીના શેઠ હાજર ન હતાં. બંને જણા યુવતીને ઓફિસની પાછળ રહેલી રૂમમાં લઈ ગયાં અને તેની સાથે મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીએ બચવા માટે જોરથી ચીસો પાડતાં સુશિલ બજાજે તેનું મોઢું દબાવી દીધું હતું. બાદમાં તેણે પણ યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે યુવતીએ ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે ગુનો નોંધીને બંનેની ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here