આ મિશન 2020માં જ લોન્ચ કરવાનું હતું, પરંતુ કોરોનાને કારણે તેને ટાળવામાં આવ્યું.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) 2021ના અંત સુધીમાં ક્રૂ રહિત ગગનયાનની પહેલું લોન્ચિંગ કરશે. આ સાથે એક સ્વદેશી રોબોટને પણ મોકલવાની યોજના છે. આ મિશન 2020માં જ લોન્ચ કરવાનું હતું, પરંતુ કોરોનાને કારણે તે ટાળવામાં આવ્યું હતું. જે બાદ 2021ના પહેલાં હાફમાં લોન્ચિંગની યોજના બની. આ વખતે પણ ગગનયાનને લોન્ચ કરવામાં થોડી અડચણનો સામનો કરવો પડી શકે છે.
આ પ્રોજેક્ટ ISROના અંતરિક્ષમાં એસ્ટ્રોનોટ મોકલવાની યોજનાનો જ એક ભાગ છે. આવું કરતાં પહેલાં 2022માં એક અને ક્રૂ લેસ સ્પેસ ક્રાફ્ટ લોન્ચ કરવામાં આવશે. મીડિયા રિપોટ્સ મુજબ, ISROના ચેરમેન ડૉ. કે. સિવને જણાવ્યું કે હ્યુમન રેટિંગની પ્રોસેસ યોગ્ય રીતે આગળ ધપી રહી છે. જે 2021ના બીજા કવાર્ટરમાં પૂરી થશે તેવી આશા છે.
કોરોના નક્કી કરશે મિશનનું ભવિષ્ય
ડૉ. કે. સિવને જણાવ્યું કે 2021માં બે માનવ રહિત મિશન લોન્ચ કરવામાં આવશે કે નહીં, તે હાલની સ્થિતિ પર નિર્ભર કરશે. આવનારા મહિનાઓમાં શું થાય છે, તેના આધારે આ અંગે નિર્ણય લેવાય શકે છે. જો કોરોના વાયરસની અસર આ રીતે જ યથાવત રહેશે તો અમારે અન્ય કેટલાંક પ્રોજેક્ટને ફરીથી જોવા પડી શકે છે.
પ્રાઈવેટ સેક્ટરની પણ ભાગીદારી
ISRO પોતાના ગગનયાન પ્રોજેક્ટ માટે પ્રાઈવેટ સેક્ટરની પણ મદદ લઈ રહ્યું છે. દેશની મોટી એન્જિનિયરિંગ કંપનીઓમાંની એક લાર્સન એન્ડ ટૂબ્રો (L&T)ને ગગનયાન લોન્ચ વ્હીકલ માટે હાર્ડવેર બનાવવાની જવાબદારી આપવામાં આવી છે. કંપનીએ 17 નવેમ્બરે જણાવ્યું કે જેને સમય પહેલાં જ ડિલિવર પણ કરવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે કોરોનાની અડચણ છતાં વિશ્વની ત્રીજા સૌથી મોટા સોલિડ પ્રોપલેન્ટ રોકેટ બૂસ્ટર એસ-200ને મિડલ સેગ્મેન્ટને ડિલિવર કરી દેવામાં આવ્યું છે.
ગગનયાનની સાથે વ્યોમ મિત્રને મોકલવામાં આવશે
ISRO આ ફ્લાઈટની સાથે સ્વદેશમાં વિકસિત રોબોટ ‘વ્યોમ મિત્ર’ને પણ મોકલશે. આવું એક પ્રયોગના આધારે કરવામાં આવી રહ્યું છે. આ રોબોટ મનુષ્યની જેમ વર્તન કરશે અને અંતરિક્ષમાંથી ISROને રિપોર્ટ મોકલશે.