“માનવ સેવા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ-ગોંડલ” લખેલી એમ્બ્યુલન્સમાંથી દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો : એક વ્યક્તિ પોલીસને ચકમો આપીને ફરાર
તા.૧૧, દાહોદ: કોરોનાના કપરાકાળના એમ્બ્યુલન્સમાં દારૂ-બીયરની હેરાફેરી થતી હોવાનો દાહોદના ગરબાડા રોડ પર ઘટસ્ફોટ થયો છે. દાહોદમાંથી એમ્બ્યુલન્સમાં દારૂના જથ્થા સાથે રાજકોટની બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, પોલીસને હાથતાળી આપીને ફરાર થઇ ગયો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર દાહોદ જિલ્લાના દાહોદ નગરના ગરબાડા રોડ ખાતેથી પોલીસે એક એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા વોચ ગોઠવી હતી. તે સમયે એમ્બ્યુલન્સ ત્યાંથી પસાર થતાં પોલીસે તેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા. ૩૨૪૮૦ નો જથ્થા કબ્જે કર્યો હતો. તેની સાથે પોલીસે એમ્બ્યુલન્સ સહિત રૂા.૩૩૨૯૮૦નો અન્ય મુદ્દામાલ સાથે બે વ્યક્તિઓને પકડી પાડ્યા હતા. જ્યારે એક ફરાર થઇ ગયો હતો.
પકડાયેલા કિશોરભાઈ શંભુભાઈ ભાવરીયા (રહે.રાજકોટ, ગોંડલ), રમેશભાઈ ઉર્ફે કમલેશભાઈ રોજાશા (રહે.રાજકોટ,ગોંડલ) તથા એક અજાણ્યા ઈસમ એમ ત્રણેય જણા એમ્બ્યુલન્સમાં સવાર થઈ ગરબાડા ચોકડી પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે વોચમાં ઉભેલ પોલીસને જોઈ અજાણ્યો ઈસમ નાસી ગયો હતો. બીજા બે વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી હતી.