ભારત તરફથી આતંકીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આજે સવારે આતંકીઓને સેનાએ ઠાર કર્યા હતા જ્યારે ત્યારબાદ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ભારતે એરસ્ટ્રાઈક કરી છે. આ એર સ્ટ્રાઈક કરી ભારતીય સેનાએ આતંકીઓના અડ્ડા અને લોન્ચ પેડને ધ્વસ્ત કર્યા છે. આ સાથે જ અનેક આતંકીઓનો પણ ખાતમો થયો છે.